પ્રદેશ પ્રમુખ તરીકે 2 વર્ષ પૂર્ણ થતા
પ્રમુખ પદના ત્રીજા વર્ષના વધામણામાં કાર્યકરોએ લીધા ઘરે ઘરે કેસરીયા સંકલ્પ
શહેરી ભાજપ પ્રમુખ કમલેશ મિરીણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોરી રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ સી.આર . પાટીલજી સંપુર્ણ સમર્પણ અને પ્રમાણિક્તાથી ગુજરાત ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે પ્રયત્નશીલ રી હયા છે. ત્યારે સી.આરી .પાટીલજીના નેતૃત્વમાં ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબુત બન્યુ છે, ત્યારે વિચારી ધારાને સમર્પિત અને પક્ષ્ માટે પરીશ્રમી એવા સી.આરી .પાટીલજીને પ્રદેશ અધ્યક્ષ્પદે ૨ વર્ષ પૂર્ણ થવા બદલ શહેરી ભાજપ પ્રમુખ કમલેશ મિરીણીના માર્ગદર્શન હેઠળ શહર ભાજપ દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો મુખ્ય ચોક ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આરી . પાટીલને પ્રદેશ અધ્યક્ષ્ તરીકે બે વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપતા બેનરો લગાવી અભિવાદન કરાયેલું હતું.
પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલે આજે બે વર્ષ પૂર્ણ કરતા રાજયભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય ઉજવણી કરવામાં આવી રહી છે. દરમ્યાન બપોરે પ્રદેશ અઘ્યક્ષ ભાજપના ફેસબુક એકાઉન્ટના માઘ્યમથી રાજયભરના કાર્યકર્તા સાથે સંવાદ કરશે. છેલ્લા બે વર્ષ દરમિયાન અઘ્યક્ષ તરીકેની કામગીરી ખુબ યશસ્વી રહી છે. તેઓના દરેક નિર્ણય પક્ષ માટે પરિણામ લક્ષી સાબીત થયો છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ટીકીટ ફાળવણી માટે તેઓએ નકકી કરેલા નિયમોને કાર્યકર્તાઓએ ઉસ્તાહ ભેદ વધાવી લીધો હતો. આટલું જ નહીં પેઇઝ સમીતીનો તેઓનો વિચાર ગુજરાતમાં 100 ટકા અમલી બન્યો છે. સાથો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીમાં તેનો ઉલ્લેખ કરી તમામ રાજયોને તેની અમલવારી કરવા આહવાના કર્યુ હતું. જે પાટીલને સર્વોપરીતા સાબીત કરે છે.
સી.આર. પાટીલને અધ્યક્ષ પદે રી વષ ર્પૂર્ણ થતા શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી
સી.આર.પાટીલ સામાન્ય કાર્યકર તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી તેઓ હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરી કરી રહ્યા છે. જેઓ આજે રી વર્ષ પૂર્ણ કરીને કાર્યક્ષમ તરીકે ક્ષમત આગેવાન સાબીત થયા છે.
આજે ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ નરેન્દ્રસિંહ ઠાકુરે સંયુકત પાર્ટી દ્વારા શુભેચ્છા પાઠવેલ છે. સી.આર. પાટીલના ગુજરાત વિકાસ અંગે મહત્વનો ફાળો આપી વિકાસને વેગવંતુ બનાવવા પૂરતા પ્રયાસો સાથે કાર્યકાળમાં સંપૂર્ણ નિષ્ઠાપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાઈને દેશની વિકાસયાત્રામાં સહભાગી બને છે.
ભંડેરી-ભારદ્વાજની જોડીએ પણ પ્રદેશ પ્રમુખને અભિનંદન આપ્યા
વિવિધ સંગઠન લક્ષી કામગીરીઓ સફળતા પૂર્વક નિભાવી ચુકેલા સી.આર. પાટીલને ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે આજે પોતાના કાર્યકાળના રી વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુનિ. ફા. ર્બોના પૂર્વ ચેરમેન ડો. ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે શુભેચ્છા પાઠવી છે. સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિકાસ અને પાર્ટી દ્વારા સમાજલક્ષી સેવા કાર્યો તેમજ ખુબજ સારી વૃત્તિઓ તથા તેમના કાર્યકાળને સરળ બનાવીને આગવી ભૂમિકા સાથે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.