ભાજપનો પ્રત્યેક કાર્યકર “સેવા હી સંગઠન” માધ્યમથી લોકો વચ્ચે રહી સેવા માટે ખડે પગે રહેતો હોય છે: મોહનભાઈ કુંડારીયા
રાજકોટ જિલ્લા ભાજપ ડોકટર સેલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સીપીઆર ટ્રેનીંગનું આયોજન સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા પ્રભારી શ્રીમતી રક્ષાબેન બોળીયા , જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા , શ્રીમતી રીનાબેન ભોજાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા ના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો.
રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાએ જણાવ્યું હતુ કે કોઈ વ્યક્તિને અચાનક હૃદયરોગનો હુમલો આવે તે સમયે કાર્ડીયોપલ્મનરી રીસેસીટેશનની પ્રાથમિક સારવાર આપવાથી હોસ્પિટલ સુધી પહોંચવાનો સમય મળી શકે છે અને દર્દીનો જીવ બચાવી શકાય છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા ,લોધિકા, ધોરાજી , કોટડાસાગણી મંડલના અપેક્ષિત 1200 કાર્યકર્તાઓએ સીપીઆર ટ્રેનિંગ વિઝ્યુઅલી અને પ્રેક્ટિકલી લીધેલ હતી. આ ટ્રેનિંગ મા એઈમ્સ ના ડોક્ટરો એ તથા નર્સિંગ ઓફિસર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સાંસદ મોહનભાઇ કુંડારીયા એ જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોરાનાએ હાહાકાર માચાવેલ ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ભાજપના કાર્યકર્તા કોરોના ના દર્દીઓને તથા તેમના પરિવારના મુશ્કેલીના સમયમાં સેવા આપી હતી અને આજે જ્યારે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 38 મેડિકલ કોલેજ પર આયોજિત સીપીઆર ટ્રેનિંગથી ભાજપના કાર્યકર્તાઓમા એવરનેશ લાવવાનો અને લોકોને વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ બની શકી તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા સેવા પરમો ધર્મ ’ના સિદ્ધાંતને અનુસરીને સતત પ્રજાલક્ષી કાર્યક્રમ આપીને પ્રજાની પડખે ઉભા રહેતા હોય છે.
આ તકે અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ તેમજ જીલ્લાના તમામ હોદેદારો, મંડલ ના પ્રમુખ મહામંત્રી તેમજ ટીમ અને યુવા, મહિલા, કિશાન, અનુ,જાતી, બક્ષીપંચ, લઘુમતી મોરચાની ટીમ સહીત વિશાળ સંખ્યામાં કાર્યકતાઓએ ઉપસ્થિત રહી સી,પી.આર.નું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ કાર્યક્રમ ની વ્યવસ્થા કાર્યાલય મંત્રી અલ્પેશ અગાવત, વિવેક સાતા, કિશોર રાજપુત એ જહેમત ઉઠાવી હતી, પ્રચાર પ્રસાર ની જવાબદારી અરૂણ નિર્મળ , મિલન ભોજાણી (ગોંડલ), જીતુભાઇ રાદડિયા એ સંભાળી હતી.