Abtak Media Google News
  • ‘ધેનોદુગ્ધ અમૃત’
  • આજે વિશ્ર્વ દુધ દિવસ: દુધમાં પ્રૌટીન વિટામીન્સથી ઘણા ફાયદા
  • વિશ્ર્વભરમાં 1 જુને વિશ્ર્વ દુધ દિવસની ઉજવણી થાય છે. લોકોમાં દુધ વિશે જાગૃતિ લાવવા દુધ દિવસ  મનાવાય છે. 1 જુન 2001માં કૃષિ સંગઠન દ્વારા પહેલીવાર દુધ દિવસ ઉજવાયો.

પ્રથમ ગાય અને ગાયનું દૂધ સત્યની એરણે ચડ્યું હોય એમ લાગે છે. ગાવો વિશ્વસ્ય માતર: એટલે કે ગાય વિશ્વમાતા છે. આ ફક્ત સંસ્કૃત શ્લોક જ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પ્રતિપાદિત સત્ય છે. આ સત્યની વિસ્તૃત સમજુતી માટે તર્ક, માન્યતા કે શ્રધ્ધા જ નહીં પણ વૈજ્ઞાનિક તથ્યો સહિતની સાબિતીઓ વિશ્વ સમક્ષ વૈજ્ઞાનિક પૃથ્થકરણ દ્વારા પ્રસ્થાપિત થઇ ચૂક્યું  છે. ગાય કોઇ એક સંપ્રદાય, ધર્મ, કાળ કે ખંડ પૂરતી જ મૂલ્યવાન નથી, પરંતુ માતાના માતૃત્વની તોલે જેમ કોઇ ન આવે તેમ ગાય સમગ્ર વિશ્વના માતૃત્વ ભાવ માટે યોગ્યતા ધરાવે છે. એ પણ કેવી વિડંબના છે કે આ વાત આપણને પશ્ચિમના વૈજ્ઞાનિકો સમજાવશે ત્યારે જ માનીશું ?

ધેનો દુગ્ધ: અમૃત:, ગાયનું દૂધ અમૃત છે. આપણે તેને સંસ્કૃતનો શ્લોક માત્ર સમજી બેસવાની ધૃષ્ટતા ન કરીએ. ગાયનું દૂધ અમૃત છે, છે ને છે જ! શાસ્ત્રોમાં લખાયેલું છે, એટલે ફક્ત ધાર્મિકતા સાથે જોડાયેલું છે, શ્રધ્ધાનો વિષય છે, એમ માની લેવાની મૂર્ખતા ન કરીએ. ખરા અર્થમાં સમજીએ તો આપણા શાસ્ત્રો વિજ્ઞાનના પુસ્તકો જ છે. તેમાં રહેલા શ્લોકો વૈજ્ઞાનિક સિધ્ધાંતો છે. ઋષિ-મુનિઓ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હતા. આપણી જીવનશૈલી, રીતરીવાજ અને પ્રથાઓ વગેરે વૈજ્ઞાનિક સિધ્ધાંતોની પ્રેક્ટીકલ એપ્લીકેશન્સ છે.

ગાયનું દૂધ બાળકો માટે અમૃત અને મોટાઓ માટે રોગનું ઘર, આ વાત પણ મોટી ગેરસમજ નથી તો શું? જે પદાર્થ બાળકો માટે અમૃત હોય એ મોટેરાઓ માટે રોગનું મૂળ કઇ રીતે થઇ જાય? દૂધ એ દૂધ છે. શરીરની સંરચના અને ફીજીયોલોજી મુજબ તેના ફાયદા થાય જ. વ્યક્તિગત ધોરણે કોઇને દૂધ માફક ન આવે એ અલગ વિષય છે. દરેકની તાસીર અલગ હોય છે. એક ડોક્ટર તરીકે અમે જોયું છે કે દરેક દવાની અસર  કે આડઅસરો પણ દરેકને અને એક સરખી થતી નથી. આ વાત સમજવી રહી.

ગાયનું દુધનું શ્રેષ્ઠ ઔષધિની શ્રેણીમાં સ્થાન

ગાયના દૂધમાં રહેલા પ્રોટીન્સ, ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, મીનરલ્સ સહિતના અસંખ્ય તત્વો, તેમાં રહેલી એન્ટીઓક્સીડેન્ટ, બાયોએન્હાસર, ઇમ્યુનોમોડ્યુલેટર અને એન્ટી બેક્ટીરીયલ પ્રોપર્ટી ગાયના દૂધને શ્રેષ્ઠ આહાર જ નહીં, પરંતુ  શ્રેષ્ઠ ઔષધિની શ્રેણીમાં સ્થાન અપાવે છે. ગાયનું દૂધ ગુણકારી છે. ગાયના દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી મનુષ્ય જ નહી, પ્રાણી અને વનસ્પતિના આરોગ્ય અને પર્યાવરણરક્ષા માટેની વૌજ્ઞાનિક કસોટીમાંથી પસાર થઇ ચૂક્યા છે. આપણા શાસ્ત્રોની બાબતોને અમેરિકા અને જર્મનીના વૈજ્ઞાનિકોએ પણ લેબોરેટરીમાં સિધ્ધ કરી બતાવી છે.

આપણી ભારતીય વંશની દેશી ગાયો અને વિદેશી એચ.એફ/જર્સી ગાયોના દૂધની બોલબાલા

પશ્ચિમના વૈજ્ઞાનિકોએ જ સિધ્ધ કરી બતાવ્યું છે કે આપણી ભારતીય વંશની ‘બોસ ઇન્ડીકસ’ નું અ-2 દૂધ તેમની બોસ ટોરસના    અ-1 દૂધ કરતા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. એટલે જ તો ભારતીય ગાયોનું મૂલ્ય વધ્યું છે. ત્યાં એ-2 મીલ્ક કોર્પોરેશન સ્થપાવા લાગ્યા છે.  અ-2 દૂધની માંગ વધી છે. અ-1  દૂધ થી ડાયાબીટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક, મેન્ટલ ડીસોડર્સ અને બાળકોના રોગો જોવા મળ્યા છે. માટે હવે અ-2  દૂધ લેવાની સલાહ આપવામાં આવે છે. એ કારણે જ ભારતીય વંશની ખૂંધવાળી. ગીર, કાંકરેજ, સાહિવાલ, થરપારકર, રેડ સિન્ધી, ઓંગલ જેવી ભારતીય પ્રજાતિની દેશી ગાયોની આગામી દિવસોમાં બોલબાલા વધી રહી છે.

રસ્તે રખડતી ગાયનું ધ્યાન રાખવું

રસ્તે રખડતી ગાય માટે લોકોએ ધ્યાન રાખવું જોઈએા લોકોએ રસ્તામાં  કચરો પ્લાસ્ટિક ન  ફેકવું જોઈએ અને ગાયને એઠવાડ ન ખવડાવો જોઈએ. જેથી ગાયના દુધની ગુણવતા  જળવાય રહે જો ગાય પ્લાસ્ટિક કે કચરો એઠવાડ ખાસે તો ગાયના દુધની ગુણવતા જળવાશે નહિ.

ગાયના દૂધના અનેક ફાયદાઓ

સ્નાયુની મજબૂતાઇ માટે દૂધ શ્રેષ્ઠ ખોરાક છે. દૂધ 20% વ્હેય  અને 80% કેસિન  પ્રોટીન છે, બંને સ્નાયુઓનાં નિર્માણ માટે જવાબદાર છે. દૂધમાં ટ્રિપ્ટોફેન છે જે એમિનો એસિડ છે. ટ્રિપ્ટોફેન સુસ્તીનું કારણ બને છે તેનો અર્થ એ છે કે તમે ઊંઘ અનુભવશો! તેથી સુતા સમય પહેલાં ગરમ દૂધ ગ્લાસ ઊંઘની મજબૂત કિક આપે છે.દૂધ કેલ્શિયમનો અત્યંત સમૃદ્ધ સ્ત્રોત છે,  દાંતને કેલ્શિયમની જરૂર છે. દૂધનાં કપમાં 276 – 300 મિલિગ્રામ (એમજી) કેલ્શિયમ છે. દૈનિક ધોરણે પુરુષો / સ્ત્રીઓમાં 1000 એમજી કેલ્શિયમ હોવું જોઇએ.

 દૂધ વિટામિન બી 12 નો સ્રોત છે, તેમાં બી 12 સારા એવા પ્રમાણમાં હોય છે આમ દૂધ શાકાહારી લોકો માટે વરદાન છે.

ગાય ઓમેગા -3 ફેટી એસિડનું ઊંચું મૂલ્ય ધરાવે છે. ઓમેગા 3 એચડીએલ  કોલેસ્ટેરોલ વધારે છે જે ‘સારા કોલેસ્ટેરોલ તરીકે ઓળખાય છે. ઓમેગા 3 હાનિકારક રક્ત ગંઠાઇ જવાથી અટકાવે છે. ઓમેગા -3 હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોનાં બ્લડ પ્રેશર સ્તર ઘટાડે છે. ટૂંકમાં, દૂધમાં આવા તત્વો છે જે હ્દય માટે ખૂબ જ સારા છે.દૂધમાં લિનોલીક એસિડ (સીએલએ) છે જે શરીરમાં ચરબી બાળે છે. ડેરી કેલ્શિયમ પણ શરીરમાં વજન ઘટાડે છે. દૂધમાં વિટામીન ડી હોય છે, જે ચરબીને બાળવામાં મદદ કરે છે. દૂધના દૈનિક વપરાશથી આંતરડાનાં કેન્સરનું જોખમ 30% જેટલું ઓછું થઈ ગયું છે. ઘણા અભ્યાસોએ જણાવ્યું છે કે ઓછી ચરબીવાળા દૂધથી અંડાશયનાં કેન્સરનું જોખમ ઓછું થયું છે. દૂધમાં રહેલું સીએલએ-ક્ધજેજ્યુટેડ લિનોલિક એસિડ એન્ટી કેન્સર એજન્ટ માટે જાણીતું છે.પ્રાચીન સમયથી સ્ત્રીઓ ચમકતી ચામડી માટે દૂધનો ઉપયોગ કરે છે, આજનાં સમયમાં પણ લોકો હળદરની પેસ્ટ અને દૂધ ને ચહેરા પર ચમકતી ચામડી માટે લગાવે છે. દૂધમાં આવેલ લેક્ટિક એસિડ મૃત ત્વયા દૂર કરે છે. આયુર્વેદ અનુસાર ગાયનાં દૂધમાં ઓજ (શક્તિ) વધારવા નું શ્રેષ્ઠ દ્રવ્ય છે. સારા આરોગ્ય અને યાદશક્તિ માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ મગજનાં એવા પ્રદેશો વિકસાવવા માટે મદદ કરે છે જે મેમરી અને બુદ્ધિ માટે જવાબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.