મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જેતપુર તાલુકાના મેવાસામાં શ્રી સુર્યમંદિર ધારેશ્વર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું
રામનવમીના પ્રવિત્ર દિવસે વિશાળ જનમેદનીને રામનવમીની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે શ્રીરામે તેમના જીવનમાં બધીજ જવાબદારીઓ પૂર્ણ મર્યાદા સો નિભાવી હતી. તેી તેના જીવનને આદર્શ બનાવવો જોઇએ તે સાંપ્રત સમયમાં જરૂરી છે. મુખ્યમંત્રી એ જણાવ્યું હતુંકે મહાત્મા ગાંધીજીએ રામ રાજયનું સેવેલું સ્વપ્ન સાકાર કરવા રાજય સરકાર કટીબ્ધ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજય સરકારે તાજેતરમાં વિધાનસભામાં ગૌવંશની સુરક્ષા માટે ગૌવંશની હત્યા અને ગૌવંશની ગેરકાયદે હેરફેરને તા ગૌવંશની ચોરીને અટકાવવા કડક કાયદો લાવી છે. હવેી ગૌવંશની હત્યા કરનાર કે ગેરકાયદેસર રીતે હેરફેર તા ગૌમાંસની હેરાફેરી કરનારને ૭ ી ૧૦ વર્ષની સખત કેદની સજા અને આવા વાહનોને જપ્ત કરી રાજસવ હેઠળ લઇ લેવાશે.
રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં ધારેશ્વર ખાતે આવેલા શ્રી સુર્ય મંદિર ખાતે જેતપુર શહેર તેમજ તાલુકાનાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના વીર ચાંપરાજ વાળા ગ્રુપ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેનો પ્રારંભ તા. ૪/૪નાં રોજ યેલ અને આગામી તા. ૧૧/૪ સુધી આ મહા જ્ઞાનયજ્ઞ ચાલશે જેનો હજારો ભાવિકો લાભ ઉઠાવશે જે માટે સમાજ દ્વારા આગોતરૂ નકકર આયોજન કરવામાં આવ્યુ છે. ભાગવત સપ્તાહનાં મુખ્ય વકતા શાી ધનસુખભાઇ વ્યાસ વ્યાસપીઠ ઉપરી ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે.
આ પ્રસંગે મંદિરનાં પુજારી જગુભાઇ ડાંગરે તા કાઠી સમાજનાં અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પુષ્પહાર અને મોમેન્ટો અર્પણ કરી અદકેરૂ સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે પુરવઠા રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ વિઠલભાઇ રાદડીયા, ધારાસભ્યો સર્વ પ્રવિણભાઇ માકડીયા, જયરાજસિંહ જાડેજા, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા, જિલ્લા ભાજપ અગ્રણી ભાનુભાઇ મહેતા, કલેકટર ડો. વિક્રાંત પાંડે, ગુજરાત પ્રવાસન નિગમના કમિશ્નર એન. શ્રીવાસ્તવ, જેતપુર નગરપાલીકા પ્રમુખ જેસુખભાઇ ગુજરાતી, ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના ડિરેકટર વેલજીભાઇ સરવૈયા, અગ્રણીઓ દિનેશભાઇ ભુવા, મનસુખભાઇ ખાચરીયા, ભાવનાબેન સોલંકી, સુભાષભાઇ બાંભરોલીયા સહિત જીલ્લા અને તાલુકાના વિવિધ હોદેદારો, કાઠી સમાજનાં અગ્રણીઓ ઉપસ્તિ રહયા હતાં.