ગૌ આધારિત ઉદ્યોગોને વેગવાન બનાવવાના આશયથી યોજાનારા

11 મે ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ પર પૂર્વમંત્રી દિલિપભાઇ સંઘાણીના હસ્તે ભૂમિપૂજન 24 થી 28 ‘ગોટેક-23’નો ધમધમાટ

રાજકોટના આંગણે તારીખ તા. 24 મે થી 28 મે 2023, ના રોજ “GAU TECH – 2023 ” નામથી GCCIના માધ્યમથી ગૌ આધારિત ઔદ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન થઇ રહ્યું છે. તે અનુસંધાને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર તારીખ 11 મે, ના રોજ સવારના 8:00 કલાકે ભૂમિ પૂજનનું અને ગૌ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પૂર્વ અને કૃષિ પાલન મંત્રી, અમરેલીના પૂર્વ સાંસદ અને વર્તમાનમાં ઇક્કો અને ગઈઞઈંના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના હસ્તે આ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધુ, સંતો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગૌસેવકો – ગૌ ભક્તો, કૃષિ કારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સરકારી વિભાગોમાંથી સરકારી અધિકારીઓ, ડાયરેક્ટરોઓ, સેક્રેટરીઓ, ગૌ સંવર્ધન, બાયોપેસ્ટીસાઇડ, જૈવીક ખાતર, સજીવ ખેતી, બાયોફ્યુઅલ, કાઉ ટુરીઝમ, ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનતી આઇટમો, ડેરીને લગતા ઉત્પાદો, ગૌશાળા વ્યવસ્થાપન, ગૌ છાત્રાલયો, એથનો- વેટરનરી અને આયુર્વેદ દવાઓ, પંચગવ્ય ચિકીત્સા જેવા કુલ વિષયો પર 9 સેમિનારોમાં પોતાનું માર્ગદર્શન આપશે, તેવું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ક્ધસેપ્ટ નોટથી માંડી સર્વગ્રાહી પ્રોજેક્ટ રિપોર્ટ, તેના છઘઈં, એટલે કે કેટલું રિટર્ન, કેટલી કેપીટલ કોસ્ટ થાય, અને એમા આવનારા દિવસોમાં કેટલી બિઝનેશની સંભાવના છે, તે સાથે સફળ ઉદ્યોગપતિઓના અનુભવો તેમજ આ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં કાર્ય કરતાં સફળતા પ્રાપ્ત કરેલ સ્ટાર્ટઅપ, ઇનોવેશન, આન્ત્રપ્રિન્યોર વગેરે લોકો આ એક્સપોમાં આપ-લે કરશે. આ સમગ્ર સેમીનારની પ્રવૃતિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે.

વધુમાં જણાવતા “ૠફી ઝયભવ – 2023” 24 મે થી 27 મે સુધી દરરોજ રાત્રે ગૌ આધારિત થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકેટ સ્વામિનારાયણ ગુરુકુળ અને રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગૌ સંસ્કૃતિ પર કૃતિઓ રજૂ કરવામાં આવશે. “એક શામ ગૌ માતા કે નામ” પર કવિ સમ્મેલનમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના કવિઓ અહીં પોતાની પ્રસ્તુતી રજૂ કરશે. ભાણવડ ગૌશાળાની ટીમ દ્વારા “ગૌ માટે શહીદ વીર માંગણા વાળો” એક નાટય પ્રસ્તુતી કરી લોકોમાં ગાય પ્રત્યેની સંવેદના જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ એક દિવસ ગુજરાતમાં ખૂબ જ નામના ધરાવનાર એવા લોક સાહિત્યકારો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

“ૠફી ઝયભવ – 2023” ની વિશેષતા પર ભાર મુકતા જણાવ્યું કે આ એક્સપોમા સ્ટોલ હોલ્ડરો અને વીઝીટરો માટે એરકંડીશનડ ડોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગૌ – ગ્રામ્ય થીમ પર આબેહૂબ વિશેષ પ્રદર્શન ગોઠવામાં આવેલ છે. ગૌ મહાત્મ્ય – ગૌ વિજ્ઞાન સમજાવતું પ્રદર્શન ગોઠવવામાં આવશે.

દેશભરમાંથી અલગ – અલગ રાજ્યો હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટક, છતીસગઢ ગૌ સેવા આયોગ દ્વારા પોતાની સ્કીમોનું અહીં એક પેવેલિયન રાખવામા આવશે. જે આગામી દિવસોમાં ગૌપાલન ક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં મદદરૂપ નીવડશે. સરકારી અધિકારીઓ, ટેકનોક્રેટ, વૈજ્ઞાનિકો અને મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાષ્ટ્રીય સંતો, ધર્મગુરૂઓના પ્રવચનો સહિત રાજકીય અને સામાજિક આગેવાનોની ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. તેવું આયોજન કરવામાં આવેલ છે.

આ એક્સપોને સફળ બનાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ, એગ્રીકલ્ચર, આયુષ, ખજખઊ, કેમીકલ અને ફર્ટીલાઇઝર, કલ્ચરલ અને ટુરીઝમ, સ્કીલ ડેવલોપમેન્ટ, અર્બન ડેવલોપમેન્ટ, રૂરલ ડેવલોપમેન્ટ, મહિલા અને બાલ વિકાસ જેવા વિવિધ વિભાગો તેમજ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી અને ફોરેસ્ટ એન્ડ એનવાયરમેન્ટ ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવશે. ભારત સરકારના અને રાજ્ય સરકારોના વિવિધ ડિપાર્ટમેંટ, કે જેમની અલગ અલગ યોજનાઓ છે, ખજખઊ, એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી મિનિસ્ટ્રી, ટુરિઝમ, એન્વાયરમેન્ટ એંડ ફોરેસ્ટ મિનિસ્ટ્રી વગેરેના સ્ટોલ્સ પણ અહીં રહેશે. અને તેમની યોજનાઓની જાણકારી આપવામાં આવશે. તેમજ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ / સંસ્થાઓ જેવી કે ભાભા ડાયનીંગ હોલ, એચ. જે. સ્ટીલ. પ્રા. લી., રમેશભાઇ ઠક્કર દ્વારા આ એક્સપોને સફળ બનાવવા સાથ અને સહકાર આપવામાં આવ્યો છે.

તા.24 મે ના રોજ સાંજે 05:00 કલાકે એક્સપોનું ઉદ્ઘાટન ભારત સરકારના પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલાજીના હસ્તે કરવામાં આવશે. આ સમયે દેશમાથી અનેક સમાજસેવકો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેશે. આ એક્સપોમાં સમગ્ર દેશમાંથી ઉપસ્થિત રહેનાર સંતો પરમ આદરણીય પરમાત્માનંદ સરસ્વતીજી, અખિલેશ્ર્વરાનંદ ગીરીજી, કાડશીધેશ્ર્વરજી મહારાજ, જ્ઞાનાનંદજી મહારાજ, ઋષભ દેવાનંદજી, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, અવિચલ દાસજી મહારાજ, ત્રિકમદાસજી મહારાજ જેવા અનેક મહાન સંતો હાજરી આપશે.

એક્સપો દરમ્યાન કુલ 05 દિવસ કુલ 5,00,000 થી પણ વધારે સમગ્ર દેશભરમાંથી અનેક મુલાકાતીઓ, ગૌ ઉદ્યમીઓ, ઉધોગ સાહસિકો, રોકાણકારો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ આવી શકે એ માટે ૠઈઈઈં ની ટીમ કાર્યરત છે. સમગ્ર ઇવેન્ટનું મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે જઅૠઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, હેલ્થી ઇન્ડિયા અને એક આત્મનિર્ભર ભારતનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું સાકાર કરવામાં. આ કાઉ બેસ્ડ ગ્લોબલ ઇકોનોમીક સમિટ અને એક્સપો ખૂબ મહત્વનો ભાગ ભજવશે. આવો ! આપણે સૌ એમા સહભાગી બનીએ, યોગદાન આપીએ અને જે કોઈ પણ રીતે આમાં સહભાગી થઇ શકીએ એ રીતે આ પવિત્ર કાર્યમાં જોડાઇએ.

ડો.વલ્લભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર, રાજુભાઇ ધ્રુવ, મિતલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા સહિતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કમિટી સક્રિય રીતે આ મેળાના આયોજનમાં કાર્યરત છે. વિવિધ કમીટીઓની રચના કરીને કાર્યકર્તાઓ અને સ્વયં સેવકો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. અનેક સામાજીક, રાજકીય અને ધાર્મિક તેમજ અનેક સમાજના આગેવાનો વિવિધ દેશના આંતર રાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત માટે પૂર્વ તૈયારી કરી રહેલ છે. રાજકોટની વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઇને આ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય રીતે યોગદાન આપી રહ્યા છે.

“ૠફી ઝયભવ – 2023” વિશેષ માહિતી માટે હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ મેઇન રોડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યુ છે. હંસરાજભાઇ ગજેરા 94262 16277, મિતલભાઇ ખેતાણી 98242 21999, અપૂર્વભાઇ જોશી 85111 12518, રમેશભાઇ ઠક્કર 99099 71116 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ડો.વલ્લભભાઇ કથીરિયા, હંસરાજભાઇ ગજેરા, રાજુભાઇ ધ્રુવ, મિતલભાઇ ખેતાણી, નિલેષભાઇ શાહ, અરૂણભાઇ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌપાલન ક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં મદદરૂપ નીવડશે: ડો.વલ્લભભાઇ કથીરિયા

અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યુ હતુ કે હાલમાં ફક્ત ગાય ને દૂધ અને દૂધની ડેરી પ્રોડકટ્સ, દૂધ, દહીં, અને ઘી અને તેનું મૂલ્યવર્ધન, ડેરી મશીનરી વગેરેના ડેરી એક્સપો થાય છે. પરંતુ અહીંયા ડેરી એક્સપોની સાથે સાથે ગૌમૂત્રમાંથી બનતી વિવિધ આઇટમો જેમાં પંચગવ્ય મેડિસિન, ઉપરાંત ફિનાઇલ, સાબુ, શેમ્પૂ અને ગૌમૂત્ર અર્ક અને બાયોપેસ્ટીસાઈડ અને ગોબરમાંથી બનતી આઇટમો, બાયોફર્ટીલાઇઝર, બાયોપેસ્ટીસાઈડ અને ગ્રોથ પ્રમોટર, અને સાથે સાથે આધુનિક કોસ્મેટિક આઇટમસ, અને દેવ-દેવતાઓની મૂર્તિઓ, ટેબલપીસ, ફોટોફ્રેમ, ઘડિયાળ, રાખડી, માળા, અને બ્રિક્સ, પ્લાયવૂડ, પેપર, કલર, પ્લાસ્ટર જેવી આઇટમો બને છે, તેનો આ એક્સપોમાં સમગ્ર દેશભરમાંથી આશરે 300 થી પણ વધારે સ્ટોલ રહેશે.

ઉપરોક્ત ઉત્પાદનોના મેન્યુફેકચરર્સ અને મશીનરીના રહેશે તેમજ ટ્રેડર્સ, એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટર્સના સ્ટોલ રહેશે.ગાય સાથે જોડાયેલા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે, લોકો પોતાના બિઝનેસની સાથે વધારાનો બિઝનેસ કરવા ઇચ્છુક હોય સેવા સાથે મેવાનો લાભ લેવા અર્થે ગૌ સેવા પણ થાય અને પાંજરાપોળો, ગૌશાળાઓ, કે જે ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ નથી કરી શકતા, તેમને ઇ2ઇ ઇન્વેસ્ટર મળે, ખઘઞ થાય, ગૌ મૂત્ર- ગોબર રૂપે રો-મટિરિયલનો ઉપયોગ થાય, એમાંથી આવક ઊભી થાય, લોકો માટે એક વિન-વિન સિચ્યુએશનમાં અહિયાં કરાર થાય, આ પ્રકારનું એક ભવ્ય આયોજન 24મે થી 28મે 2023 સુધી, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે.

ગૌ-ટેકમાં અગ્રણીઓ હાજરી આપી શોભા વધારશે

આ એક્સપોની મુલાકાતે નેશનલ લેવલે થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી, આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા, ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, ડો. સંજીવ બાલયાનજી, ઉપસ્થિત રહેશે. તેમજ રાજ્ય સ્તરે થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ રૂષિકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા,  જગદીશ વિશ્ર્વકર્માજી, પ્રફુલ્લ પાનશેરીયા,

હર્ષભાઇ સંઘવી, દિલીપભાઇ સંઘાણી ઇફ્કો ચેરમેન, માનસિંહભાઈ પટેલ સુમુલ ડેરી ચેરમેન, શ્રીમતી નીલમબેન પટેલ નીતિઆયોગ મેમ્બર, ડાયરેક્ટર ઈંટછઈં બરેલી, ડાયરેક્ટર ગઉછઈં કર્નલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા તેમજ ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહી આ એક્સપોની શોભા વધારશે. એક્સપોની મુલાકાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારશે.

આ એક્સપોને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના ગૌ સેવા ગતિવિધિ વિભાગ દ્વારા પણ જબ્બરો પ્રતિસાદ મળી રહ્યો છે. ગૌ સેવા ગતિવિધિના શંકરલાલ જી, અજીત મહાપાત્ર, રાઘવનજી તેમજ આરોગ્યભારતી માંથી ડો.અશોક વાર્ષ્ણેય અવશ્ય મુલાકાત લેશે અને તેમનું માર્ગદર્શન આપશે.

ગૌમાતાની મહત્તાને ધ્યાનમાં રાખીને ભારત વર્ષની સમૃધ્ધિમાં વધારો કરી શકશે: રાજુભાઇ ધ્રુવ

ગાયને આપણે ગૌધન કહીએ છીએ, ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, ગૌ માતાની મહત્તાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે કિસાન, મજદૂર, યુવાન, મહિલા, ગોપાલક સમૃદ્ધ થઇ શકે અને સાથે સાથે ભારત વર્ષની સમૃધ્ધિમાં વધારો કરી શકે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગૌ ધન” અને “ગોબર થી ગોલ્ડ” માધ્યમથી “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” સ્વપ્નને સાકાર કરવામાં ગૌ આધારિત ઉધમિતાનો ખૂબ મોટો સહયોગ હોઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.