ગૌ માતાની રક્ષા અને દારૂના કારણે બરબાદ થતા પરિવારોને બચાવવા કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો તેની સાથે પોલીસ અસરકારક કામગીરી કરશે તેવો ગૃહમંત્રીનો આશાવાદ

ગૌ હત્યા અને દા‚બંધીના કાયદામાં રાજય સરકાર દ્વારા ઘણા સુધારા કરી કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે. પણ કાયદાનો કડક રીતે અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે. ગૌ હત્યા થતી અટકાવવી અને દા‚ના કારણે કફોડી સ્થિતીમાં મુકાતા પરિવારોને બચાવવા માટે સરકાર દ્વારા કાયદો કડક બનાવ્યો પણ કાયદાની અસરકારક અમલ પોલીસ કરાવશે તેવો આશાવાદ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

પડધરી ખાતે નવા બંધાયેલા પોલીસ મથકના લોકાપર્ણ પ્રસંગે આવેલા ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું પોલીસ દ્વારા સ્વાગત સન્માન કરાયા બાદ તેઓના હસ્તે પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે તેઓએ પોલીસ આવાસ નિગમ દ્વારા હળવદ પોલીસ લાઇન, ટંકારા પોલીસ લાઇન અને પડધરી પોલીસ સ્ટેશન નવા બનાવી પોલીસના રહેણાંક અને પોલીસ સ્ટેશનો સંપૂર્ણ સુવિધાજનક રહે તે આશયથી ગુજરાત સરકારે ઝુંબેશ ચલાવી છે. ગુજરાત પોલીસ છેલ્લા ૧૫ વર્ષથી ઉતમ કામગીરી કરી રહી છે. ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષમાં કયારેય કર્ફયું લાદવામાં આવ્યો નથી, ગુજરાતની શાંતિ, સલામતિ અને સુરક્ષાના કારણે જ વિશ્ર્વના ઉદ્યોગકારો ગુજરાતની ધરતી પર ઉદ્યોગો સ્થાપી રહ્યા હોવાથી રોજગારીનું વધુને વધુ નિર્માણ થઇ રહી છે. ગુજરાતના વિકાસ અને સમૃધ્ધિમાં પોલીસતંત્રનું મોટુ યોગદાન રહ્યાનું જણાવ્યું હતું.

રાજયમાં વિજયભાઇ ‚પાણીએ મુખ્ય મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ સૌ પ્રથમ દા‚બંધીનો કાયદો કડક બનાવ્યો દારૂબંધીનો કાયદો હતો પણ પરંતુ ગુનાગારો સરળતાથી છટકી જતા હતા. જેના કારણે દારૂનું ઉત્પાદન અને વેચાણ તેમજ હેરાફેરી અટકાવવા કાયદામાં જ‚રી સુધારા કરી ૧૦ વર્ષ સુધીની સજાની અને ‚રૂ.૫ લાખ સુધીના દંડની જોગવાય કરવામાં આવી છે. આ ઉપરાંત હુક્કાબાર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાય માતાનું આપણા પર કર્જ છે. તે નિભાવવા માટે ગૌ હત્યા વિરૂધ્ધ પણ ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. જો કોઇ ગાયનો હત્યારો ગાય પ્રત્યે દયા ન દાખવતો હોય તો સરકાર પણ આવા દયા હીન શખ્સ સામે દયા નહી દાખવે ગાય ધાર્મિક અને આસ્થાનું પ્રતિક છે તે રીતે ગાય આર્થિક ઉપાર્જનનું કેન્દ્ર છે. હવે ગુજરાત રાજયમાં જો કોઇ ગૌ હત્યા કરશે તો તેને આજીવન કેદની સજા અને રૂ.૫ લાખના દંડની જોગવાય કરવામાં આવી છે. દા‚બંધી અને ગૌ હત્યાના કાયદાનો ચુસ્ત રીતે અમલ થાય તે માટે સરકાર દ્વારા ઘણી જોગવાય કરવામાં આવી હોવાનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજયના બજેટમાં સીસીટીવી નેટવર્ક માટે સરકાર દ્વારા પબ્લીક પાર્ટનરશીપથી ‚ા.૫૦૦ કરોડનું ભંડોળ ઉભુ કરવામાં આવ્યું છે. જેના કારણે ગુનાનો ભેદ તાત્કાલીક ઉકેલાશે અને પોલીસની કામગીરી સર્ળ બની રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.