શ્રીજી ગૌશાળા ખાતે ‘વેલેન્ટાઇન ડે’ની અનોખી ઉજવણી: 7000 જેટલા ગૌ પ્રેમીઓએ ‘કાઉ હગીંગ ડે’ ઉજવ્યો
ગઇકાલે વિશ્ર્વભરમાં પ્રેમનો એકરાર કરવા ‘વેલેન્ટાઇન ડે’ ઉજવાયો, વેલેન્ટાઇન ડે એટલે માત્ર કપલ્સ જ આ દિવસ ઉજવે તેવું નથી. આપણે માતા-પિતા, ભાઇ-બહેન દરેક સાથે પ્રેમભાવ વહેંચી વેલેન્ટાઇ ડેની કરવી જોઇએ વેલેન્ટાઇન ડે ને શ્રીજી ગૌશાળાએ અનોખા ક્ધસેપ્ટ સાથે ઉજવ્યો હતો. શહેરની ભાગોળે જામનગર હાઇવે પર નવા ક્રિકેટ સ્ટેડિયમની સામે આવેલ શ્રીજી ગૌશાળા ખાતે વેલેન્ટાઇન ડેની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવી આવી હતી.
આ દિવસે 7000 જેટલા ગૌ પ્રેમીઓએ સવારથી સાંજ સુધી ગૌશાળાની મુલાકાત લીધી હતી અને હગ કરી ‘કાઉ હગીંગ ડે’ ઉજવ્યો હતો. ભાવિ પેઢીને ગૌ સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયોના ઔષધિય લાભોની પ્રેરિત કરવા શ્રીજી ગૌશાળા ખાતે ગૌ પ્રેમીઓએ ‘કાઉ હગીંગ ડે’ ઉજવવાનું નકકી કર્યુ.
એ મુજબ દિવસભર ગૌમાતા પ્રેમીઓએ ગાયોને હગ કરી સાત્વિક ઉર્જા મેળવી હતી. ગૌ પ્રેમીઓ તરફથી ગૌશાળાની મુલાકાત લેનાર તમામને કરાવાયો હતો.
ગાયોને હગ કરવાના ફાયદા વિશે પણ સમજાવાયું હતું. આ અંગે પ્રભુદાસભાઇ તન્ના જણાવે છે કે સુર્યોદય સાથે ગાય પોતાના શરીરની અંદર રહેલી સુર્યકેતુ નામની નાળીથી વાતાવરણમાંના ર4 તત્વો પોતાના શરીરમાં ખેંચે છે એવા તત્વો શરીરમાં ખેંચે છે જેનાથી માનવજીવન ચાલે છે. અને આ તત્વો ગાય પોતાના મુત્ર દુધ રૂપે માનવજીવને આપે છે.
આમ, ગૌ પ્રેમીઓએ ગાયોને હગ કરી ‘કાઉ હગીંગ ડે’ ની વેલેન્ટાઇન ડેના રોજ ઉજવણી કરી હતી અને સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરી હતી.