સદીઓથી ગાયના ગોબરને ગામડાના લોકો અનેક રીતે ઉપયોગમાં લેતા હોય છે. છાણા મકાનને ગાર કરવામાં, જમવાનું બનાવતા સમયે ચૂલો પ્રગટાવવામાં, હવનમાં અને આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગી છે ત્યારે હવે ગાયનો પોદરો એટલે કે ગોબર બીજી રીતે પણ ઉપયોગમાં આવશે. ગાયના ગોબરમાંથી બનાવેલી ચીપ હવે મોબાઈલના રેડીએશનથી બચાવશે.
મળતી માહિતી મુજબ કચ્છની દેશી ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઇ છે. ભુજના કુકમાની રામ ટ્રસ્ટને આ ચીપ બનાવવામાં સફળતા મળી છે. કુકમામાં ગૌવિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટે 2016માં આ પ્રોડક્ટ પર પેટન્ટ ફાઇલ કરી હતી. આ પેટન્ટને હવે સરકારની અને વિજ્ઞાનની મહોર મળી છે.
મોબાઈલમાંથી નીકળતા રેડીયેશન મનુષ્યની આંખ, તેમજ મગજને વધુ ડેમેજ કરે છે. ઘણા એવા અહેવાલોમાં દર્શાવવામમાં પણ આવ્યું છે કે વધુ પડતા મોબાઈલનો વપરાશ કરવાવાળા માણસમાં ચિડીયાપણું આવે છે. ત્યારે ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે સંસ્થા દ્વારા 2016માં પ્રથમવાર ગોબર એન્ટી રેડીએશન ચિપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ગોબર ચીપ બચાવશે મોબાઈલ તેમજ લેપટોપના રેડિએશનથી
ગોબર ચિપ મોબાઈલ તેમજ લેપટોપ કે, કોમ્પ્યૂટરમાંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. બેલાસ્ટિક ગેલવેનો મીટર પર ચકાસણી પણ કરવામાં આવી હતી કે શું ખરખર ગોબરચીપ હકારાત્મક ઉર્જા ફેલાવે છે? આ ચીપનું 10 લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી.
ચીપને મળી આંતરરાષ્ટ્રીય માન્યતા
કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને “cowdung based radiation ane energy masking chips” ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. જો આ ચીપને માનવઉપયોગ માટે આપવામાં આવશે તો લોકોને અનેક રોગોમાંથી છુટકારો અપાવી શકાશે અને આજનો યુવાન હકારાત્મક આત્મવિશ્વાસ અને હકારાત્મક ઉર્જા સાથે દેશને આગળ લઈ જતો જોવા મળશે.ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ગોબર ચિપને સરકારી પેટન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.