જુના થોરાળા રામવન નજીક પ્રાકૃતિક મોડલ ફાર્મની પ્રકૃતિ સેવાના ભેખધારી ચંદ્રેશ પટેલની મહેનત રંગ લાવી
પ્રાકૃતિક ખેતી અને પાણીની બચત જગત માટે અનિવાર્ય બની છે ત્યારે રાજકોટ નજીક જૂના થોરાળા રામમંદિર આગળ કિસાન ગૌશાળા રોડ પર પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક યજ્ઞ ચલાવી રહેલી ધરતી ગાય આધારિત પ્રાકૃતિક મોડલ ફાર્મ ની પ્રાકૃતિક સેવા અંગે આજે પ્રકૃતિ પ્રેમી ચંદ્રેશભાઇ પટેલ ની પ્રવૃત્તિ પ્રકૃતિ પ્રેમીઓ માટે આદર્શ ઉદાહરણ બની ગઈ છે
પ્રાકૃતિક ખેતી ના ભેખ ધારી ચંદ્રેશભાઇ પટેલ દ્વારા ધરતી ગાય આધારિત પ્રાકૃતિક મોડેલ ફાર્મ માં જળ જમીન અને ગૌ સંવર્ધનના વિવિધ પ્રવૃત્તિનો સેવા યુગનો ચાલી રહ્યો છે આજે ધરતી ગાય આધારિત પ્રકૃતિ મંડળ ફાર્મ અંગે વિગતો આપતા ચંદ્રેશભાઇ પટેલ ,મહેશભાઈ સતાપરા, ખોડીદાસભાઇ નંદાણીયા, કિશોરભાઈ વસાણી, ભીખાભાઈ પરસાણા એ પ્રાકૃતિક ખેતી ના ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થી પાણીની બચત થાય જળસંગ્રહ ક્ષમતા વધે અને વરસાદ ઓછો થાય તો પણ લાંબા સમય સુધી ભેજ સંગ્રહ જમીનમાં જળવાઈ રહેતો હોવાથી ઓછા પાણીએ પણ સારો પાક લઈ શકાય ,ગાય આધારિત પ્રકૃતિ ખેતી થી અહિંસાનો રસ્તો થાય છે ગાય આધારિત પ્રકૃતિ ખેતીમાં રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર ફૂગનાશક દવા અને 10 પરણી અર્ક જેવી દવાઓ હાથે બનાવી શકાય છે બીજા મૃત બનાવવાની રીતમાં પાંચ કિલો દેશી ગાયનું છાણ ગૌમૂત્ર ચૂનો પાણી ખેતરની માટી થી બીજા અમૃત થકી સજીવ ખેતી સાર્થક કરી શકાય સજીવ ખેતીમાં જીવામૃત બીજામૃત નો ઉપયોગ કરીને દસ પાણી અર્ક નો પણ પ્રયોગ અક્સિર બને છે.
મોડેલ ફાર્મમાં પ્રાકૃતિક ધોરણે અત્યારે ઘઉં, દેશી ચણા, ટમેટા ,રીંગણા ,ડુંગળી ,લસણ, પાલક, કોથમીર, મૂળા ,બીટ, ગાજર, લીલી મેથી, દુધી ,ગલકા ,તુરીયા ,ચા ,અડવી, કોબી ફ્લાવર ,સૂર્યમુખી ,લીંબુ તુવેર, ભીંડો અને ગુવાર જેવા ઓર્ગેનિક પાકો વાવેતર કરવામાં આવે છે સાથે સાથે નાળિયેર ,કેળા ,પપૈયા ,આમળા, આંબા ,ચીકુ ,સીતાફળ ડ્રેગન સરગવો રાયણ જાંબુડી સીતાફળ કેરી મોસંબી સંતરા બીજોરા પાઈનેપલ તુરીયા ફણસ બોર એલચી તજ મોગરો ગુલાબ અને ગલગોટા લહેરાઈ રહ્યા છે સંપૂર્ણપણે પ્રકૃતિ ગાયના છાણ આધારિત ખેતી થી પાક માટે ધરતી ગાય આધારિત પ્રાકૃતિક મોડલ ફાર્મ આદર્શ બની રહ્યું છે