મહાન જ્ઞાનગ્રંથને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂસોત્તમભાઈ રૂપાલાના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાયું
કૃષિમાં રાસાયણિક ખાતરો,જંતુનાશક ઝેર અને જિનેટિકલ મોડીફાઇડ બીજથી ધરતીના ફળદ્રુપતા, ભૂગર્ભ નદી-તળાવ જળ, વાતાવરણ,અન્ન ફળ-શાકભાજી જીવનદાતા માટે જીવલેણ બન્યા છે. માનવ અને જીવોની ફળદ્રુપતા ક્ષીણ થઇ છે. ઉત્તમ દેશી કૃષિ બીજ અને સકલ જીવસૃષ્ટિ લુપ્ત થયા છે. આ વૈશ્વિક સમસ્યા નો સરળ ઉપાય દેશી ગાયઆ આધારિત પ્રાકૃતિક કૃષિ છે. ત્યારે રાષ્ટ્ર અને વિશ્વ અને જળક્રાંતિ તથા ગીર કાકરેજ ગૌ ક્રાંતિ પ્રણેતા તથા ગૌવેદ મહાગ્રંથના રચયિતા જળક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુવાગીયાએ વર્ષ 2004માં ભારતને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ નો માર્ગ બતાવ્યો.
જેના સમગ્ર દેશમાં ઉમદા પરિણામો આવ્યા છે કિસાન પુત્ર તરીકે ના 50વર્ષના અનુભવો અને 18 વર્ષના ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને અનુભવો અભ્યાસ, સંશોધનથી વિશ્વ પ્રેરક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુક્ત પ્રાણવાન જિંદગી ગ્રંથ લખ્યો છે.જેને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં છપાવીને ગુજરાતના 18000 ગામોમાં ભારતના 30 રાજ્યો અને વિશ્વના 200 દેશમાં વિસ્તારિત કરીને જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી સમગ્ર વિશ્વને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ,ઝેરમુકત પ્રાણવાન જિંદગી અને 100થી 300વર્ષનું નિરોગી પ્રાણવાન જીવનની પ્રેરણા આપે છે.
ત્યારે આ મહાન ગ્રંથનું કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂસોત્તમભાઈના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાયો હતો. જેમાં પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. દેશ અને રાષ્ટ્રને કૃષિ ક્રાંતિમાં આગળ વધારશે તેમજ રાષ્ટ્રનિર્માણમાં ઉમદા પાયા સમાન કાર્ય કરતું આ ગ્રંથ છે. આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, વિવિધ સમાજના ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીશ્રીઓ ,ઔદ્યોગિક ક્ષેત્રના પ્રણેતાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ રાજ્યના વિવિધ ગામ માંથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું સન્માન પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળપૂર્વક પારપાડવામાં જળક્રાંતિ ટ્રસ્ટ અધ્યક્ષ મનસુખભાઈ સુવાગીયા,ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ખેડૂતો માટે આત્મનિર્ભરનો પાયો બની જળક્રાંતિ ટ્રસ્ટે આપેલી ચેકડેમ યોજના:મનસુખભાઈ સુવાગીયા
જળક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુવાગીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,90ના દાયકામાં જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાત જળસંકટમાં ફસાણુ ત્યારે મને અંત:કરણ થયું આનું એક જ નિવારણ છે ગામદીઠ ચેકડેમો બનાવવા. મેં કોઠાસૂઝથી નવી ડિઝાઈન બનાવી.જ્યારે સરકારનો 5થી 50 લાખમાં એક ચેકડેમ બનતો હતો.ત્યારે મેં જામકા ગામમાં માત્ર 10લાખ રૂપિયાથી 51 ચેકડેમ બનાવ્યા છે.આ કાર્યથી જામકા ગામ માં 10 કરોડનું કૃષિ નું ઉત્પાદન વધ્યું છે.આ રીતે 300 ગામમાં ત્રણ હજારથી પણ વધુ ચેકડેમ બનાવ્યા છે મધ્યપ્રદેશના આદિવાસી ગામો સુધી ચેકડેમનું નિર્માણ કર્યું છે.ગામેગામ જળરક્ષા કરવામાં આવશે તો ખેડૂત,ગોપાલકગામના મજૂર અને દુકાનદારની સમૃદ્ધિ વધશે આત્મનિર્ભર નો પાયો જળક્રાંતિ ટ્રસ્ટે આપેલી ચેકડેમની યોજના છે. જળક્રાંતિ ટ્રસ્ટએ આ નવી દિશા ગોપાલક અને ગોંસંવર્ધનને આપી છે.