મનસુખભાઈ સુવાગીયા રચિત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ રાષ્ટ્ર સમર્પિત

પ્રારંભે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે 120 પ્રકારની દેશી કેરીના પ્રદર્શનને ખૂલ્લુ મુક્યુ હતુ અને મનસુખભાઈ સુવાગીયાના લુસ થતા દેશી આંબા અને દેશી કૃષિ બીજની સુરક્ષા અભિયાનને કૃષિ અને કિસાન આબાદીના ઉમદા કાર્ય તરીકે બિરદાવ્યું હતુ.રાષ્ટ્રને જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજના અને ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ ગોવેદના પ્રદાતા મનસુખભાઇ સુવાગીયાએ કિસાન પુત્ર તરીકેના 50 વર્ષના અનુભવો અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના 18 વર્ષના અભ્યાસ-સંશોધનો અને અંત: સ્કૂરણાથી વિશ્વ પ્રેરક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુક્ત પ્રાણવાન જિંદગી ગ્રંથ લખ્યો છે.

02 2

મનસુખભાઈ સુવાગીયાની ફ્લોટેક પંપ કંપનીના પ્રાંગણમાં કેન્દ્રિય મંત્રી પુરુષોતમ રુપાલાજીના કરકમલે આ ગ્રંથ રાષ્ટ્ર સમર્પિત કરાયો. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયાએ જણાવેલ કે, ગાયોમાનવ-જીવોને અન્નદાન-ઘાસચારાથી માત્ર છ કલાકની સમસ્યા હલ થાય છે. એ રકમ અને પરિણામ વગરના ધાર્મિકસામાજીક પ્રસંગો, હરિફાઈથી બંધાતા સાંપ્રદાયિક મંદિરોમાં વેડફાતા ધન-સમય-મગજથી પોતાના ગામથી લઈને દેશમાં ચેકડેમ-તળાવો બાંધીશું, તો 100થી 1000 વર્ષ અસંખ્ય લોકો-ગાયો-જીવોને અન્ન-પાણી-આહાર મળશે.

03 Copy

પુરુષોત્તમભાઈ રૂપાલાએ ગ્રંથનો ગહન અભ્યાસ કરીને જણાવેલ કે, મનસુખભાઇ સુવાગીયાએ લખેલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથમાં ધરાતલની સત્યતા છે. કોઈ કાલ્પનિક એ અશક્ય વાતો નથી. કૃષિને સફળ કરવા અને માનવ-જીવસૃષ્ટિ-પર્યાવરણ બચાવનાનો શ્રેષ્ઠ માર્ગ છે. મનસુખભાઈનો ગ્રંથ કિસાન ઘડતર- સફળ કૃષિ-પર્યાવરણ રક્ષા માટે વિશ્વને ઉપયોગી ગ્રંથ છે. આદિવાસી આગેવાન રતન ભગત રાઠવાએ જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગ અને મનસુખભાઈ સવાણીયાના તપથી નિર્માણ થયેલ ભારતના પ્રથમ દિવ્યગ્રામ ભેખડિયા-જામલીની વિકાસ ગાથા વર્ણવી હતી. પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાએ મનસુખભાઇ સુવાગીયાને રાષ્ટ્રના સાચા રાહબર ગણાવીને જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્રસેવામાં સૌને સાથ આપવા હાકલ કરી હતી.

ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગમાલભાઈ આર્યએ જળક્રાંતિ ટ્રસ્ટની યોજનાઓને કિસાનો અને રાષ્ટ્રની જીવાદોરી ગણાવીને મનસુખભાઇ સુવાગીયાને સાચા ભારતરત્ન ગણાવ્યા હતા.આ પ્રસંગે ગાય આધારિત કૃષિ કાર અને દેશી આંબાના રક્ષક કિસાનોનું જળક્રાંતિ ટ્રસ્ટે સન્માન કર્યું હતું. કચ્છના દિપકભાઈ પટેલ અને કિસાનોએ મનસુખભાઈ સુવાગીયાની ગાયના ઘીથી તુલા કરી હતી. અંતે મનસુખભાઈ સુવાગીયાએ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા 1500 કિસાનો-મહેમાનોને દારૂ-તમાકુ-ગુટખા મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.