ગુજરાતની કલ્પનાને સાકાર કરતા બજેટ સહિત વિવિધ વિધેયકો રજૂ કરવા બદલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારની કામગીરી બિરદાવી
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૩ કરોડ જેમાં વાસ છે, કરોડો હિન્દુઓ માટે આસ અને શ્રદ્ધાનું કેન્દ્ર એવી ગૌ માતાની રક્ષા માટે ગૌવંશની હત્યા અટકાવવા માટેનું સંશોધનાત્મક વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
ગૌવંશની હત્યા અટકાવવા માટેના આ ખૂબ અગત્યના વિધેયક બદલ રાજ્ય સરકારને અભિનંદન આપવાને બદલે કોંગ્રેસે ગૃહનો ત્યાગ કરી પોતાની માનસિકતા છતી કરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ગૌવંશની હત્યાને અટકાવતા કાયદાને વધુ કડક બનાવીને શું ખોટું કર્યું છે ? કોંગ્રેસ ગુજરાતની જનતાને જવાબ આપે તેવો સવાલ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને પૂછયો હતો.
વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વિધાનસભા સત્રમાં ગૌવંશની હત્યા નિયંત્રણ, ટોચ મર્યાદા, ફી નિયમન સહિત કુલ ૨૪ વિધેયકો રાજ્ય સરકારે જનહિતમાં પસાર કરી રાજ્યને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશક અને દિવ્ય ગુજરાતની કલ્પનાને સાકાર કરતું બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓને અભિંનદન પાઠવતાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, લોક હિતના આ બજેટ સત્રમાં ભાગ લેવાને બદલે નકારાત્મક માનસિકતા ધરાવતી કોંગ્રેસે માત્ર હોબાળો મચાવવાનું જ કામ કર્યું છે.
ખાનગી શાળાઓ દ્વારા ડોનેશન તા મસ-મોટી ફી ઉઘરાવી જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી તેના નિયંત્રણ અંગેનું અગત્યનું બિલ આ વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ અગત્યના વિધેયક બદલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન પાઠવ્યાં હતા.