રાજકોટ છેલ્લા 47 દિવસથી કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.હાલ શહેર સંપૂર્ણપણે કોરોના મુક્ત છે.દરમિયાન ગઈકાલ રાતથી શહેરના આઠ આરોગ્ય કેન્દ્ર પર કોવિશિલ્ડ વેકસીનનો ડોઝ ખલાસ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.બાકીના આરોગ્ય કેન્દ્ર પર માત્ર 320 ડોઝ ઉપલબ્ધ છે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે વેક્સિનના નવા 2000 ડોઝની માગણી કરવામાં આવી છે.પરંતુ સરકાર દ્વારા ઝીરો સ્ટોક થયા બાદ નવો સ્ટોક આપવામાં આવશે તેવું જણાવી દેવાયું છે. છેલ્લે 21મી ડિસેમ્બરના રોજ રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયો હતો.
જે 28મી ડિસેમ્બર સાજા થઈ જતા છેલ્લા 47 દિવસથી રાજકોટ સંપૂર્ણ પણે કોરોના મોત છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટને વેક્સિનના 5000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જે પૂર્ણ થવા પણ છે હાલ માત્ર 320 ઉપલબ્ધ છે જ્યારે આઠ આરોગ્ય કેન્દ્ર પર એક પણ ડોઝ ઉપલબ્ધ નથી. આવામાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે કોવીસીએલ વેક્સિનના નવા 2000 ડોઝની માગણી કરવામાં આવી છે.જો કે કો-વેક્સિનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.