કોવિશિલ્ડ વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે નવી કિંમતોની લિસ્ટ જાહેર કરી. હવેથી ખાનગી હોસ્પિટલોમાં 600 અને સરકારી હોસ્પિટલોમાં 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન આપવામાં આવશે.
ભારત સરકારે તાજેતરમાં રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદી શકશે. અત્યાર સુધીમાં ફક્ત કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદતી હતી અને વિવિધ રાજ્યોમાં તેનું વિતરણ કરતી હતી.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને હજુ પણ રસીનો 50 ટકા હિસ્સો મળશે, જ્યારે બાકીના 50 ટકા રાજ્ય સરકારો ઉત્પાદકો પાસેથી મેળવી શકશે વેક્સિન. ઉપરાંત, ખાનગી સેક્ટરમાં પણ આ કરી શકશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ વેક્સિનની નવી કિંમત
ખાનગી હોસ્પિટલોમાં 600 અને સરકારી હોસ્પિટલોમાં 400 રૂપિયામાં મળશે
સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો કર્યો છે કે તેમની વેક્સિન વિદેશી રસી કરતા ઘણી સસ્તી છે. SIIઅનુસાર,
અમેરિકી વેક્સિન-1500 રૂપિયા પ્રતિ ડોઝ
રશિયાની વેક્સિન-750 રૂપિયા પ્રતિ ડોઝ
ચીની વેક્સિન-750 રૂપિયા પ્રતિ ડોઝ
સીરમ ઇન્સ્ટિટ્યૂટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આગામી બે મહિના સુધી તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોટા પાયે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. રસીના ઉત્પાદનના 4-5 મહિના બાદ તે રિટેલ બજાર માટે ખોલવામાં આવશે.
ઉલ્લેખનિય કે, અત્યાર સુધી ભારત સરકારને સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન મળી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વાર સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે આપી રહી હતી, જ્યારે ખાનગી કેન્દ્રો પર તેની કિંમત માત્રા દીઠ 250 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
ભારત સરકારે 1 મેથી જે નવા વેક્સિનેશન તબક્કેની જાહેરાત કરી છે. તે અનુસાર હવે 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિન મેળવી શકશે. સરકારના જણાવ્યા પ્રમાણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને જે રીતે રસી આપવામાં આવી રહી છે તે ચાલુ રહેશે. એટલે કે સરકારી કેન્દ્રોમાં આ રસી મફતમાં મળી રહેશે.