દેશમાં મારા જેવા ઘણા કોવિંદ છે જેમને સાંજનું ભોજન મેળવવા ઘણી મહેનત કરવીપડે છે,હું તેમનો પ્રતિનિધિ બનીને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ રહ્યો છું: રામનાથ કોવિંદ
રામનાથ કોવિંદ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેમણે વિપક્ષના ઉમેદવાર મીરાકુમારની બે ગણા અને કુલ ૬૫.૬૫ ટકા વોટ મેળવ્યા છે. કુલ ૧૦,૯૮,૯૦માંથી તેમને ૭૦૨,૦૪૪ મત મળ્યા હતા. તેઓ ૨૫ જુલાઈથી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે.
રાજેન્દ્ર પ્રસાદ અને અબ્દુલ કલામ જેવી હસ્તીઓ રાષ્ટ્રપતિપદ પર જવાબદારી સંભાળી ચૂકી છે ત્યારે ખોરડાથી લઈ ૩૪૦ ‚મના રાષ્ટ્રપતિ ભવન સુધી કોવિંદની સફર અજાણી નથી. કોવિંદ પૈતૃક ગામમાં રહેતા હતા ત્યારે ધાસફૂસથીક બનેલા ઘરમાં દરેક ભાઈ બહેન વરસાદથી બચવા ખૂણામાં ઉભા રહીને વરસાદ બંધ થવાની રાહ જોતા હતા.
તેમણે કહ્યું હતુ કે, દેશમાં મારા જેવા ઘણા કોવિંદ છે. જેમને સાંજનું ભોજન મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આજે મારે તેમને કહેવું છે કે હું ગરીબોનો પ્રતિનિધિ બનીને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ રહ્યો છું આ પદ માટે હું ચૂંટાઈશ તેવું કહી વિચાર્યું પણ નહોતું. પોતાના સમાજ પ્રતિ કામ કરી હું અહી પહોચ્યો છું દરેક લોકોને નમન કરી દેશની સેવાનો સંકલ્પ કરૂછુ.