ગોંડલ માં ખટારાસ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવન માં એક સપ્તાહ પહેલાં કાયઁરત કરાયેલ કોવિડ -૧૯ હોસ્પિટલ નું માત્ર એક સપ્તાહ માં જ બાળમરણ થવાં પામ્યું છે.હોસ્પિટલ નો સ્ટાફ નાશી જતાં તબીબો મુંઝવણમાં મુકાતાં સ્ટાફ વગર હોસ્પિટલ ચલાવવી મુશ્કેલ હોય હાલ તુરત હોસ્પિટલ બંધ કરી દેવાઇ છે.

ડો.પિયુષ સુખવાલા નાં જણાંવ્યા મુજબ હોસ્પિટલ નો પેરામેડીકલ સ્ટાફ નાશી જતાં હોસ્પિટલ બંધ કરાઇ છે.સ્ટાફ ની વ્યવસ્થા થશે તો ફરી હોસ્પિટલ ચાલું કરાશે.હોસ્પિટલ માં દાખલ કરાયેલ કોરોના દર્દીઓ ને નોમઁલ સ્થિતી થતાં રજા આપી દેવાય છે.

સુત્રો નાં જણાંવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલાં હોસ્પિટલ માં સારવાર દરમ્યાન બે વૃધ્ધ નાં મૃત્યુ થતાં ઉહાપોહ થવાં પામ્યો હતો.એક વૃધ્ધ નાં મૃતદેહ ને પુરતો પેક કર્યા વગર પરીવાર ને સોંપી દેવાયો હતો.જેને કારણે તેનો પરીવાર રોષીત બન્યો હતો.અને આક્ષેપ થવાં પામ્યાં હતાં.આ બનાવ ને પગલે હોસ્પિટલ નો નર્સીંગ સહીત નો પેરામેડીકલ સ્ટાફ ડર નાં માર્યો નાશી ગયો હતો.

ગોંડલ માં કોવિડ હોસ્પિટલ શરું કરાઇ તે સમયે જીલ્લા કલેક્ટર,આરોગ્ય અધિકારી સહીત હાજર રહ્યા હતાં પરંતું યોગ્ય મોનીટરીંગ નાં અભાવે આખરે હોસ્પિટલ ને તાળાં લાગ્યાં છે.એક બાજું ગોંડલ માં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે કોવીડ હોસ્પિટલ નું બાળમરણ થતાં હવે ગોંડલ નાં દર્દીઓ ને ફરી રાજકોટ દોડવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.