હળવા લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને ડોકટરની સલાહ મુજબ રાખવામાં આવશે 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામાજીક જવાબદારીના ભાગરૂપે રાજકોટમાં વધતા જતા કોવિડ-19 સંક્રમણને કારણે યુનિવર્સિટીના કર્મીઓ તેમજ રાજકોટના નગરજનો માટે આઈસોલેશન અને કોવિડ કેર તથા ટ્રીટમેન્ટ માટે 150 વ્યક્તિને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલની પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને લઈ ખુબ ચિંતીત છે અને પોતાના સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સંપૂર્ણ નિ:શુલ્ક કોવિડ કેર સેન્ટર આવતીકાલ એટલે કે રવિવારથી શરૂ કરવા જઈ રહ્યું છે. હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ જેમ કે, જેને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓના માત્ર ડોકટરની ભલામણની આધારે એડમીટ કરાશે અને સિવિલની જેમ જ સંપૂર્ણ નિ:શુલ્ક કોઈપણ જાતના ચાર્જ વિના દવા, જમવા સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરી નિમણૂંક કરી શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી આ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં ઈમરજન્સી ઓક્સિજન સેવા ઉપલબ્ધ નથી જેવા હળવા લક્ષણ ધરાવતા દર્દીએ જ દાખલ થવું, વધુમાં દર્દીને રહેવા, જમવાનું, સામાન્ય સારવાર, ડોકટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણી તેમજ સર્વે સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, નેહલભાઈ શુકલ અને ધરમ કાંબલીયા સહિત તમામ આમાં કાર્યરત છે. કુલસચિવ જતિનભાઈ સોની સાથે ડો.કલાધર આર્ય, ડો.નિલેશ સોની, ડો.મીહીર રાવલ અને સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ આ સેવામાં આહુતિ આપવા તૈયાર છે. કોવિડ દર્દી પોતાના જરૂરી સામાન સાથે આપેલ નંબર 6355192607 પર સંપર્ક કરી પ્રવેશ મેળવવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.