કંટ્રોલરૂમની સરાહનીય કામગીરી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થીતીમાં દર્દીઓનું ર્આકિ રીતે શોષણ ન ાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ સાથે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેના નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ના ઓફિસર સિર્ધા ગઢવીની નિમણુક કરવામાં આવી છે.
આ ટીમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાએ કોવીડ-૧૯ની સારવાર માટે નિયુક્ત કરેલ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર બાદ નિયત કરેલ હુકમ કરતાં વધારે રકમ ચાર્જ કરીને બિલ આપવામાં આવે તો તેની સમિક્ષા કરીને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકલન કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિશ્ચિત રકમ જ વસુલાય તે માટે જરૂરી કામગીરી કરવામાં આવે છે. આ માટે પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ની કચેરીમાં કંટ્રોલરૂમ કાર્યરત છે. આ કંટ્રોલરૂમમાં ફરિયાદી તરફી મળતી ફરિયાદોનો ફરિયાદી અને ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકલન કરીને નિવારણ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે તાજેતરમાં કંટ્રોલરૂમને નિલકંઠ કોવીડ હોસ્પિટલ દ્વારા નિયત રકમ કરતાં વધુ ચાર્જ વસુલ કરવાના બે કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. દર્દીના સગા-સંબંધીઓ દ્વારા લેબોરેટરી ચાર્જ, વિઝિટીંગ ડોકટર ચાર્જ, પી.પી.ઈ.કીટ તા એન-૯૫ માસ્કનો ચાર્જ વધારે લીધો હોવાની લેખિત ફરિયાદ કંટ્રોલરૂમમાં રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને કંટ્રોલરૂમ દ્વારા ત્વરીત ધોરણે દર્દીઓને વધારાની ફી પરત કરવા માટે પગલા લેવામાં આવ્યા હતા. નિલકંઠ હોસ્પિટલના મેનેજમેન્ટને મૌખિક રીતે સમજુત કરતાં એક કિસ્સામાં ફરિયાદ મળ્યાના માત્ર ૨૪ કલાકમાં દર્દીના પરિવારને રૂપિયા ૧,૦૦,૦૦૦ અને બીજા કિસ્સામાં રૂપિયા ૫૦,૦૦૦ ની માતબર રકમ પરત અપાવવામાં આવી છે. જેનાી સંતુષ્ટ ઈને દર્દીના સગાએ પોતાની ફરિયાદ પરત લીધી છે.
કોરોનાની મહામારીમાં સંવેદનશીલ જિલ્લા વહીવટી તંત્રે કરેલી આ કામગીરી અભિનંદનીય છે. તેમજ ભવિષ્યમાં વધુ ચાર્જ લેતી ખાનગી હોસ્પિટલો માટે આ કામગીરી ચેતવણીરૂપ બની રહેશે.