ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આવાસ યોજના અને સલાટવાડા વિસ્તારમાં લોકોના આરોગ્યની તપાસ કરાઈ
ગીર સોમના જિલ્લા કોવિડ-૧૯ લાયઝન અધિકારી દિનેશ પટેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગના ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આવાસ યોજના અને સલાટવાળા વિસ્તારમાં લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તે દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના કોવિડ-૧૯ લાયઝન અધિકારી દિનેશ પટેલે મુલાકાત લઈ આરોગ્યને લગતી વિગતો મેળવી હતી. આરોગ્ય ર દ્વારા આપવામાં આવતી સારવાર અંગે લોકોને પુચ્છા કરી હતી.
આરોગ્ય વિભાગના ડો.ઈશ્વર ડાકીએ લોકોને આરોગ્યની આપવામાં આવતી સારવાર અને કોરોના વાયરસના લક્ષણો જણાતા દર્દીઓના સેમ્પલ લઈ રીતે સારવાર કરવામાં આવે છે તે તમામ બાબતોથી તેઓને વાકેફ કરાયા હતા. લાયઝન અધિકારી દિનેશ પટેલે કહ્યું હતું કે, લોકોના આરોગ્યની ચિંતા કરી સરકારે ધનવંતરી આરોગ્ય ર દ્વારા ઘરે ઘરે આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે.
લોકોએ કોઈપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર આપના વિસ્તારમાં આવતા ધનવંતરી આરોગ્ય રથનો જરૂર લાભ લેવા તેમજ સામાન્ય તાવ, ઉધરસ કે શરદી હોય તો પણ દવા લઈ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, ડો.બામરોટીયા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા.