ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ)એ ભારત બાયોટેક રસીને પરીક્ષણના ત્રીજા તબક્કા માટેની મંજૂરી આપી દીધી છે. આ ભારત બાયોટેક એ એક સ્વદેશી છે. ભારત બાયોટેકે પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણ માટે અન્ય ડેટાની સાથે એનિમલ ચેલેન્જ ડેટા પણ રજૂ કર્યા હતા. તમામ ડેટા પર ઊંડાણપૂર્વકના અભ્યાસ અને ચર્ચા બાદ હવે ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના સહયોગથી, ભારત સ્વદેશી બાયોટેક “કોવાક્સિન” રસી વિકસાવી રહ્યું છે. હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપનીએ તેની રસી પરીક્ષણના ત્રીજા તબક્કાની મંજૂરી મેળવવા 2 ઓક્ટોબરે ડીસીજીઆઈને અરજી કરી હતી. કંપનીએ તેની અરજીમાં કહ્યું હતું કે આ અભ્યાસમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને આ પરીક્ષણ 10 રાજ્યોમાં 19 સ્થળોએ કરવામાં આવશે. આ સ્થળોમાં દિલ્હી, મુંબઇ, પટના અને લખનઉનો સમાવેશ થાય છે.
5 ઓક્ટોબરે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ની એક્સપર્ટ કમિટી (એસઈસીએસ) દ્વારા કંપનીની અરજી પર ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ વિગતવાર વિચાર-વિમર્શ પછી કહ્યું કે અભ્યાસના ત્રીજા તબક્કાની રચના, વ્યાખ્યા અને સિદ્ધાંત સંતોષકારક છે.
સમિતિએ ભલામણો રજુ કરતા કહ્યું કે, પરીક્ષણના બીજા તબક્કાની સલામતી અને રોગપ્રતિકારક ડેટાના આધારે ઓળખાયેલ યોગ્ય માત્રાથી આગળનો અભ્યાસ શરૂ થવો જોઈએ. અને કંપનીએ આ સંબંધિત આંકડા રજૂ કરવા જોઈએ.