રસીની “રસ્સાખેંચ” ચરમસીમાએ!!

સીરમ ઈન્સ્ટીટ્યુટ બાદ હવે, ભારત બાયોટેકે દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિનના આપાતકાલીન ઉપયોગ માટે માંગી મંજુરી

કોરોના મહામારીને એક વષૅ જેટલો સમય વીતી ચૂકયો છે. પરંતુ તેની અસર હજુ ઓછી અંકાઈ નથી કોરોનાને નાથવા ‘સચોટ’ રસીનાં ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશનને લઈ વિશ્વભરનાં દેશો મથામણ કરી રહ્યા છે. રસીને મંજૂરી અપાવવા મલ્ટીનેશનલ કંપનીઓ રસીની રેસમાં ઉતરી છે. પરંતુ હાલ આ રેસ વધુ તીવ્ર બની રહી હોય, તેમ રસીની ‘રસ્સાખેચ’ ચરમસીમાએ પહોચી છે. અલગ અલગ ઘણી પ્રકારની રસીઓતો ઉપલબ્ધ થઈ ચૂકી છે. પરંતુ તેની સચોટતા અને વિશ્ર્વસનીયતા ઉપર પ્રશ્ર્નાર્થ . આ રસીઓની આડઅસર પર હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી તેવામં રસીના ‘આપાત કાલીન’ ઉપયોગ પર હરિફશઈ જામી છે. એક પછી એક કંપનીઓ સરકાર પાસેથી પોતાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી રહી છે. ભારતમાં તાજેતરમાં સીરમ ઈન્સ્ટટીયુટે આ પ્રકારે મંજૂરી માંગ્યા બાદ ભારત બાયોટેકે પણ પહેલ કરી છે અને રસીના આપાતકાલીન ઉપયોગને મંજૂરી આપવા માંગ કરી છે.

ભારત બાયોટેક દ્વારા દેશની પ્રથમ સ્વદેશી રસી ‘કોવેકિસન’ વિકસાવાઈ છે. રસીકરણમાં પણ ‘આત્મિનિર્ભરતા’ની પહેલ ભારત બાયોટેકે કરી છે. ‘કોવેકિસન’ આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીની મદદથી ભાસા બાયોટેકે બનાવી છે. જેના ત્રીજા તબકકાના પરીક્ષણમાં દેશના ૨૫ શહેરોનાં ૨૬૦૦૦ લોકોને રસીકરણ કરાયું હતુ. આ રસીને બે ડોઝમાં અપાય છે. એક ડોઝ આપ્યા બાદ ૧૪ દિવસનાં અંતર બાદ બીજો ડોઝ અસરકારક હોવાનું સંશોધકો દ્વારા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, રસીની ‘સચોટતા’ સાબિત કરવા ઉત્પાદક કંપનીઓ વચ્ચે હોડ જામી છે. પોતાના નાગરિકોને સૌ પ્રથમ રસી મળે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘રાજકીય’ યશ મળે તે માટે સરકારો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ પોતાની રસીને જટ, મંજૂરી મળે અને ‘નફો’ રળાય તે માટે ઉત્પાદક કંપનીઓ મથામણ કરી રહી છે જે દર્દીઓનાં સ્વાસ્થ્યનું જોખમ વધુ વધારી દે છે. રસીનો આપાતકાલિન પરિસ્થિતિમાં ઉપયોગ થઈ શકે તે માટે પણ કંપનીઓ હરિફાઈમાં ઉતરી છે. ત્યારે હવે, ભારત બાયોટેકની સ્વદેશી રસી ‘કોવેકિસન’ને મંજૂરી મળશે કે કેમ?? આપાતકાલિન પરિસ્થિતિમાં ભારતની સ્વદેશી રસી ભૂમિકા ભજવી શકશેકે કેમતે અંગે પ્રશ્ર્નાર્થ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.