- 16 જૂનથી 15 ઓકટોબર સુધી સાસણગીરના જંગલમાં વેકેશન
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા સાસણ ગીર જંગલ નેશનલ પાર્ક આગામી ે તા.16 જુન થી આગામી તા.15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ ગીર જંગલમાં સફારી અને સિંહ દર્શનનો લ્હાવો નહીં લઈ શકે. કારણ કે ચોમાસા સીઝનના ચાર મહિના સિંહોનો મેટિંગ સંવનનકાળ ચાલતો હોવાથી આ સમયગાળા માટે સિંહોનું વેકેશન રહે છે. જેના લીધે પ્રવાસીઓના જંગલ જવા પર પ્રતિબંધ રાખવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં સિંહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી અન્ય વન્ય જીવોને પણ ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસામાં ચાર મહીનાનું વેકેશન પાડવામાં આવે છે. કારણ કે, ચોમાસામાં ગીર જંગલના સફારી રૂટના રસ્તાઓ ખુબ જ કાચા હોવાથી જીપ્સી કાર ફસાય શકે છે. આ ઉપરાંત માત્ર સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોનો પણ ચોમાસાના સમયગળામાં જ પ્રજનન કાળ ચાલતો હોય છે.
સિંહોના ચાર મહિનાના વેકેશનના સમયગાળામાં ગીર જંગલમાં જવા ઉપર પ્રવાસીઓ માટે નો-એન્ટ્રી રહે છે, પરંતુ વન વિભાગની ટીમો આવા સમયે પણ જંગલમાં સિંહો પર દેખરેખ અને મોનીટરીંગ રાખે છે.
વન્યપ્રાણીઓ માટે જરૂર પડે તે માટે વિભાગની રેસ્ક્યુ ટીમ પણ ખડેપગે રાખે છે. આમ, ચાર મહિનાના સિંહોના વેકેશન પૂર્ણ થયા બાદ સિંહોની વસ્તીમાં ચોક્કસ વધારો જોવા મળે તેવી આશા વન્યપ્રેમીઓ રાખી રહ્યા છે.
તો આગામી 16 જૂનથી 15 ઓકટોબર સુધી 4 મહિનાનું વેકેશન હોવાથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે નહિં.