આમરણની યુવતીને લગ્નની લાલચ આપી ત્રણ વાર ગર્ભ રાખી દઈ લગ્નની ના પાડતા યુવતીએ એસિડ ગટગટાવ્યું.
મોરબીમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી આમરણની યુવતીને લગ્નની લાલચ આપી બે સંતાનોના પિતા એવા સગા પિતરાઈએ વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યા બાદ લગ્ન કરવા ઇનકાર કરી દેતા આ યુવતીએ એસિડ ગટગટાવી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચકચાર જાગી છે.
આ ચોકવાનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આમરણની રહેવાસી ૨૦ વર્ષીય અનુસૂચિત જાતિની યુવતી મોરબીની ખનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને છેલ્લા એકાદ વર્ષથી તેણીનો ધૂળકોટ ખાતે રહેતો બે સંતાનોના પિતા એવો ભાઈ લગ્નની લાલચ આપી વારંવાર શારિરીક સબન્ધ બાંધતા આ યુવતી ત્રણ – ત્રણ વખત ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવવો પડ્યો હતો.
દરમિયાન ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતી ગર્ભવતી બનતા તેણીએ પોતાના પિતરાઈ એવા પ્રેમીને લગ્ન કરવા જણાવ્યું હતું પરંતુ પ્રેમીએ લગ્ન કરવા ઇનકાર કરતા ગઈકાલે બપોરે આ યુવતીએ એસિડ ગટગટાવી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વધુમાં આ યુવતી માતા પિતાનું એકનું એક સંતાન હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com