ઓમેગા-૩ ફેટી એસીડ ધરાવતી દવા મામલે પલક ફાર્મા અને સીપલા વચ્ચે તકરાર
આઈ-ઓમેગા ટ્રેડમાર્ક વાપરવા મામલે ફાર્માસ્યુટીકલ જાયન્ટ સીપલાને નીચલી અદાલતે સ્ટે મુકયો છે. સ્થાનિક કંપની પલક ફાર્મા સાથે ટ્રેડમાર્કના વિવાદમાં હાઈકોર્ટે આ સ્ટે મુકયો છે. પલક ફાર્માએ અદાલતમાં સીપલા દ્વારા ટ્રેડમાર્કનો પરવાનગી વગર ઉપયોગ કરાતો હોવાની દલીલ થઈ હતી. ઓમેગા ૩ ફેટીએસીડ અને વિટામીન ધરાવતી પ્રોડકટ પલક ફાર્માએ વર્ષ ૨૦૧૪માં બજારમાં ઉતારી હોવાની દલીલ થઈ છે. જયારે સીપલાએ આવી પ્રોડકટ ૨૦૧૫માં બજારમાં ઉતારી હોવાનું કહેવાય છે.
આઈ-ઓમેગા ટ્રેડમાર્કનું રજીસ્ટ્રેશનની અરજી પેન્ડીંગ છે. બીજી તરફ સીપલાએ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેડ હોવું જ‚રી હોવાની દલીલ કરી છે. ઓમેગાએ ફેટીએસીડ છે. જયારે પ્રોડકટ માત્ર ફૂડ સપ્લીમેન્ટ છે દવા નથી. ઓમેગાની આગળ ‘આઈ’ શબ્દનો ઉપયોગ જેનેરીક બંધારણ દર્શાવે છે. પલક ફાર્માનું ઉત્પાદન ટેબલેટના સ્વ‚પમાં છે. જયારે સીપલાનું ઉત્પાદન કેપ્શુલના સ્વ‚પમાં છે.
આ કેસની સુનાવણી બાદ ચેમ્બર જજ એમ.કે.ચૌહાણે નોંધ્યું હતું કે, બન્ને ટ્રેડમાર્ક એક સરખા લાગે છે. બન્ને દવા મેડીકલ અને જનરલ પ્રોવીજન સ્ટોરમાં ઉપલબ્ધ છે. બન્નેમાં ઓમેગા ૩ ફેટીએસીડનો ઉપયોગ થઈ રહ્યો છે. માટે પ્રોડકટ ખરીદતી સમયે ક્ધફયુઝન ઉભુ થઈ શકે છે.