મોરબીમાં વર્ષ ૨૦૧૫ માં પત્ની પર શંકા કરી જીવતી સળગાવી હત્યા નિપજાવનાર હત્યારા પતિને મોરબી કોર્ટે આકરી સજાનો હુકમ કરી આજીવન કેદ અને રૂપિયા ૫૦૦૦ નો દંડ ફટકારતા સનસનાટી મચી જવા પામી છે.
આ ચકચારી કેસની વિગતો જોઈએ તો વર્ષ ૨૦૧૫ માં મોરબીના વાંકાનેરમાં કારખાનામાં કામ કરતી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ હરિરામ અંબારામ સૂર્યવંશીએ જીવતી સળગાવી દીધી હતી.
આ મામલે મૃતક મહિલાના ભાઈ ફરિયાદી બદ્રીનાથ ભરથીલાલ ગુજરાતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સાંયોગિક પુરાવા સાથે આરોપી વિરુદ્ધ નામદાર અદાલતમાં કેસ પેપર રજૂ કર્યા હતા. જે અંગેનો કેસ ચાલી જતા જજ રીઝવાનાબેન ઘોઘારીએ તમામ દલીલો પુરાવો ધ્યાને લઇ હત્યારા પતિ વિરુદ્ધ ગુન્હો સાબિતમાની આજીવન કેદની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો.આ ચકચારી કેસમાં કોર્ટે આરોપીને રૂપિયા ૫૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.
મહિલા પરના અત્યાચાર, દમન ગુજારનાર ઇસમોને કાયદો છોડતો ન હોવાના પુરાવા રૂપે મોરબી અદાલતે આકરી સજા ફટકારી સ્ત્રી રક્ષણના કાયદાનો ઉત્તમ દાખલો આપ્યો છે, આ કેસમાં સરકાર પક્ષે એસ.સી.દવે રોકાયેલા હત