દરેડમાં આવેલ સરકારી જમીનમાં ઓફિસ, દુકાનો ખડકી સરકારી જમીન ઓળવી જવાની કળા કરતા શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જે પ્રકરણમાં સંડોવાયેલા 16 આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરતા અદાલતે આરોપીઓની ધરપકડ ન કરવા સ્ટે આપ્યો છે. દરેડ ગામના જુના રે.સ.નં.60 પૈકી 1 જેના નવા રે.સ.નં.131 તથા 132ની જમીન ઉપર ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સૂચિત)ના નામથી જમીનનો લે-આઉટ પ્લાન નકશો બનાવી જમીનમાં કુલ 179 પ્લોટો પાડી અને સોસાયટી બનાવવામાં આવ્યા. જે સામે સરકાર દ્વારા જમીન પચાવી તથા સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરી રહેણાંકના મકાનો અને ઓફિસો અને દુકાનોનું બાંધકામ કરી સરકારી જમીનમાં કબ્જો કરી લીધેલ તે મતલબની લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબની 111 આસામીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ચકચારી દરેડ ગામની લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં 16 આસામીઓ વેલજીભાઇ ગોવિંદભાઇ સોરઠીયા, નયનાબેન કાંતીભાઇ સોરઠીયા, જરીનાબેન અબ્બાસભાઇ ખફી, અબ્બાસભાઇ હુશેનભાઇ ખફી, મહોમદ ઇરફાન અબ્બાસભાઇ ખફી, મુસાભાઇ હાસમભાઇ અખાણી, યુનુસ ઇસ્માઇલભાઇ ખફી, વિનય બાબુભાઇ કનખરા, આદમ અલ્લારખાભાઇ ખફી, અબ્બાસ યુનુસભાઇ બુઢાણી, આરીફભાઇ યુનુસભાઇ બુઢાણી, અનવર મુસાભાઇ અખાણી, ગુલામહુશેન ઓસમાણભાઇ ખફી, હનીફ મુસાભાઇ ખફી, પ્રદિપસિંહ રૂપસિંહ જાડેજા, અબ્બાસભાઇ કાસમભાઇ ખફી સહિતનાઓ જામીન કરી હતી. જેમાં ન્યાયમુર્તિ આર.એમ.શરીન દ્વારા આગોતરા જામીન અરજીમાં  તા.19-4-2021 સુધી આરોપીઓની ધરપકડ કરવા અંગે વચગાળાનો સ્ટે આપ્યો છે. કેસમાં વકિલ નાથાલાલ પી.ઘાડીયા, પ્રેમલભાઇ રાચ્છ, પરેશ સભાયા, હિરેન જે સોનગરા, હસમુખ મોલીયા, રાકેશ સભાયા, પ્રિયેન મંગે, ગજેન્દ્રસિંહ ઝાલા તથા અર્પિત રૂપાપરા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.