વિજયભાઇ રૂપાણી કોર્ટ મેં હાજી હો……
રાજયમાં કોમી તનાવના માહોલમાં પરપ્રાંતિયોને પુરતી સુરક્ષા માટેની ઉભી કરાયેલી વ્યવસ્થામાં જીલ્લા પ્રશાસકુ દરેક બીન ગુજરાતી પરિવારના ઘરે જઇને સલામતીની હૈયે ધરપત આપી હતી.
પરપ્રાંતિયોની બીનજરુરી હિજરત રોકવા તંત્રએ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર કાઉન્સેલીંગ સેન્ટર ઉભા કરાયા હતાં
અદાલતે મંગળવારે પોલીસને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બિહારના હીજરીતીઓ પર હુમલાના બનાવમાં આગેવાની અંગે ફોજદારી રાહે ગુનો નોંધવા નિર્દેશ આપતા ખળભળાટ મચી ગયો છે.
મુઝઝુફુરપુર પશ્ચીમના સબ સબડીવીઝન મેજીસ્ટ્રેટ સબા આલમએ સામાજીક કાર્યકર તમન્ના હાશમીએ દાખલ કરેલી અરજી ગ્રાહય રાખીને આ હુકમ કર્યો હતો.અદાલતે એવો આદેશ કર્યો છે કાંતો પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૧૫૩, ૨૯૫, ૫૦૪ અન્વયે સુલેહ શાંતિ ભંગ થાય અને સામાજીક અશાંતિ અને અરાજકતા સબબ વિધિવત ફરીયાદ દાખલ કરવામાં આવે.
ગયા વર્ષે ગુજરાતમાં બિહારી વિસ્પાપિતો વિરુઘ્ધ થયેલા હિંસા સબબ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે. ગુજરાતમાં બિહારના એક શ્રમજીવીએ માસુમ બાળા પર કરેલા દુષ્કર્મથી રાજયમાં ફાટી નીકળેલા માહોલમાં ગુજરાતમાં પરપ્રાંતિયો સામે હિંસા ફાટી નીકળી હતી. પરપ્રાંતિય મજુરે માસુમ બાળકિનું અપહરણ કરી દુષ્કર્મ બાદ બાળકીને નિમર્મ હત્યા નિપજાવિયાનો બનાવ નોંધાયો હતો.
ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં દુષ્કર્મ અને હત્યાની આ ઘટના ભારે તનાવનું વાતાવરણ ઉભું કર્યુ હતું.આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.રાજય ભરમાં પરપ્રાંતિય, બીનગુજરાતી, શ્રમજીવીઓ સામે ઉભા થયેલા રોષના માહોલમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી મોટો પડકાર બની ગયો હતો.
રાજયભરમાં હિંસાના છુટાછવાયા બનાવો નોંધાયા હતા. આ બનાવોના સંદર્ભે સામાજીક કાર્યકર તમન્ના ભાટીયા એક કાનુની દાદ માંગતા કોર્ટે ગઇકાલે ગુજરાતમાં પરપ્રાંતિય અને ખાસ કરીને બિહારી શ્રમજીવીઓ ઉપર થયેલા હુમલાઓ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે એક.આઇ. આર. નોંધાવા આદેશો જારી કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
અદાલતે ગુજરાતમાં ફેલાયેલા કથિત પરપ્રાંતિયો હુમલા અંગે જવાબદારોને કાયદાના સંકજામાં લેવા અંગે મંગાએલી દાદ સંભર્દે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને જવાબદાર ગણી બન્ને નેતાઓ વિરુઘ્ધ એફ.આઇ.આર. નોંધવા અદાલતે નિર્દેશ કર્યો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કથિત જધનિય અપરાધ બાદ રાજયભરમાં ભારે રોષનો માહોલ ઉભો થયો હતો. અને રાજયમાં વસતા બીન ગુજરાતી વર્ગના લોકો સામે દહેશતનું વાતાવરણ ઉભુ થયું ત્યારે ગુજરાત સરકારના આદેશો અને ત્વરીત એકશન મોડના કારણે રાજયમાં કયાંક કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રીએ પોલીસની સાથે સાથે જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને અરાજકતાના એ માહોલમાં જયા જયાં પરપ્રાંતિયો શ્રમજીવીઓની વસાહત હતી ત્યાં પુરતા પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમદાવાદ, વડોદરા, સુરત સહીત તમામ ઉઘોગગિક શહેરોમાં અને જયાં જયાં બીન ગુજરાતી સમુદાયની વસ્તી હતી ત્યાં સામાજીક સદભાવનાનો માહોલ અનેક પુરતુ સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું હતું. છુટાછવાયા બનાવો અને બાદ કરતા રાજયમાં કયાંક પણ કોમી અને સામાજીક વમનશ્યમના નોંધપાત્ર બનાવો નોંધાયા ન હતો.ગુજરાતમાં લાખોની સંખ્યામાં બીન ગુજરાતી શ્રમીકોઓની વસ્તી છે જેના બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચીમ બંગાળના શ્રમ જીવીઓ વિવિધ ક્ષેત્રોમાં કમ કરી રહ્યા છે.
સરકારે શ્રમજીવી પરિવારની બાળકીની બળાત્કાર અને હત્યાની ઘટનાના પગલે ઉભા થયેલા રોષના માહોલમાં સામાજીક શાંતિ માટેના તબકકાવાર વ્યવસ્થામાં રાજયના તમામ જીલ્લા પ્રશાસકોને બિનગુજરાતી પરિવારોની સલામતીની ખાસ તાકીદ કરવામાં આવી હતી. અને દરેક જીલ્લા કલેકટરી આગેવાનીમાં જીલ્લામાં તાત્કાલીક પરપ્રાંત્યિ વસાહતોના રહેણાંક વિસ્તારોનો સર્વે હાથ ધરી વ્યકિતગત રીતે બંદોબસ્તની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજયમાં અફાવોથી ગભરાઇને હિજરત કરવા તૈયારી કરનારા બિન ગુજરાતી શ્રમજીવીઓને ધરપત સાથે સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર પ્રશાસકનો કાઉન્રો લીંગ સેન્ટર ખોલીને બીજજરુરી હિજરતને પણ રોકી હતી. અદાલતે ગુજરાતમાં થયેલા કૃથિત વર્ગવિગ્રહ જેવા માહોલમાં હિંસા અંગે સામાજીક કાર્યકરની દાદને ન્યાયની એરણે લેવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે એફ.આઇ.આર. નોંધવા આદેશ કર્યો હતો.