રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર ભવાનભાઈ પોપટભાઈ મેંદપરાને ગાંધીનગર સહકારી મંડળીઓના અધિક રજીસ્ટ્રારના હુકમથી તા.૩૦.૬.૧૬ના રોજ વયનિવૃત્તના કારણે સેવામાંથી ફરજ મૂકત કરવામાં આવેલા હતા.
આ કર્મચારીએ જન્મ તારીખમાં સુધારો કરી કાનૂની કાર્યવાહીમાં સને ૨૦૦૬ તેની તરફેણમાં ચૂકાદો આવેલો હતો.
આ કર્મચારીને હુકમનામા વીરૂધ્ધ નિવૃત્ત કરવામાં આવતા કર્મચારીએ સીવીલ અદાલતમાં હુકમનામાની અવગણના બદલ હુકમનામા મુજબ નોકરી ઉપર લેવા માટે દીવાની દરખાસ્તની કરી હતી.
સરકાર પક્ષે દશ વર્ષ બાદ હુકમનામા વિરુધ્ધ સેકન્ડ અપીલ માટેની કાર્યવાહી કરેલી અને વિલંબ માફ કરવા માટેની અરજી કરવામાં આવેલી જેમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાએ સરકારની વિલંબ માફ કરવાની અરજી નામંજૂર કરી હતી.
સરકાર સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે અભિપ્રાય માંગતા હાઈકોર્ટ સરકારી વકીલે વિલંબના કારણોસર આગળ કાર્યવાહી કરવા માટેનો કેસ નથી તેમજ સરકારે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે કાયદાવિભાગ અને સહકાર વિભાગ પાસે માંગણી કરેલી જે માંગણી ગુણદોષના કારણોસર સ્વીકારવામાં આવેલી નથી.
આ કામમાં પક્ષકારોની રજૂઆતો તેમજ રેકર્ડને ધ્યાને લઈને સાતમા એડીશ્નલ સીનીયર સીવીલ જજ એમ.એસ.સુતરીયાએ ગાંધીનગરના રજીસ્ટ્રાર સહકારી મંડળીનાને હુકમનામાની ત્વરીત અમલવારી કરીને સાત દિવસમાં અદાલતને રીપોર્ટ કરવાનો હુકમ ફરમાવવામા આવેલો છે.
આ કામમાં કર્મચારી વતી એડવોકેટ તરીકે લલીતસિંહ જે.શાહી ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ અને હિતેષ ગોહેલ, રોકાયેલા હતા.