હથિયાર વગરના સૈનિકની જેમ પતિ અને સાસરીયાઓ સાથે ન વર્તવા મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ફેમીલી કોર્ટને ટકોર
અત્યાર સુધીમાં પતિ અને સાસરીયાઓના ત્રાસની તથા દહેજની અસંખ્ય ફરીયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવે છે. ત્યારે ઘણી વખત સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુ‚પયોગ થતો હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. આવા પત્નિ પીડીત દિલ્હી અને મદ્રાસના પતિઓની મુશ્કેલી માટે કોર્ટ વ્હારે આવી છે અને આવા હથિયાર વગરના સૈનિક સમાન પતિઓ અને સાસરિયાઓ માટે રાહતના સમાચાર ‚પ ચુકાદો મદ્રાસ હાઇકોર્ટે આપ્યો છે જેમાં આરોપી સાબિત ન થાય ત્યાં સુધી આવા પતિઓને ભરણપોષણ ચુકવવા નહીં કહી શકાય. તેમજ ધરપકડ પણ નહી શકાય.
મદ્રાસ હાઇકોર્ટે ગઇકાલે એક ચુકાદામાં હથિયાર વગરના સૈનિકની જેમ તેની સાથે ન વર્તતા તેમની પત્નીને ભરણપોષણ ચુકવવા માટે કાયદા હેઠળ દબાણ ન કરવા જણાવ્યું હતુ. ‘પતિ’ એ તેના માતા-પિતાનો દિરકો છે માટે તેની પણ સંભાળ રાખવી પડે છે. એવું હાઇકોર્ટે જણાવ્યું હતું ત ેમ વધુમાં ઉમેર્યુ હતું કે ફેમિલી કોર્ટ દ્વારા પ્રાથમીક તબકકે કેટલાક કેસોમાં પતિને તેને કમાણીના ૨/૩ નાણા ચુકવવા માટે દબાણ ન કરી શકે.
ન્યાયધીશ આર.એમ.ટી. ટીકારામને એ બાબતે ઘ્યાન દોર્યુ હતું કે એક માણસ કે જે મહિનાના ૧૦,૫૦૦ ‚ા માસિક કમાણી કરતો હતો ત્યારે તેને ૭,૦૦૦ ‚ા પત્ની અને તેના બાળકને ચુકવવા જણાવતા તેની પાસે માત્ર ૩,૫૦૦ ‚ા પોતાના અને તેના વૃઘ્ધ પિતાના ખર્ચ પેટે બચતા હતા.ફેમીલી કોર્ટ દ્વારા પત્નિની તરફેણમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે તે માણસની તેના પરિવારના અનય સભ્યોમાં તેના વૃઘ્ધ માતા-પિતાની પણ જવાબદારી છે તે ઘ્યાનમાં લેવું જરુરી છે. આ બાબતમાં પતિ દ્વારા ઉઠાવાયેલ વાંધાને ઘ્યાનમાં લઇ કાયદાની હેઠળ સેકશન ૧૨૫માં જોગવાઇ મુજબ માતા-પિતાની જવાબદારી પણ ગણાવવામાં આવી હતી.