૧૧ લાખ કેસો વૃઘ્ધો દ્વારા નોંધાયા છે જે હાલ પેન્ડિંગ છે જેમાના અમુક વૃઘ્ધો ન્યાય વિના મૃત્યુને ભેટી ગયા
છેલ્લા ૧૦ વર્ષથી સરકારી ફાઇલોમાં પડેલા પેન્ડીંગ કેસોના ખડકલાને ભારતના ૪ રાજયો સહીતની કોર્ટોએ ચૂકાદો આપી અસલ રીતમાં ગતિશીલ પ્રયાસોનું ઉદાહરણ પુરુ પાડયું છે. છેલ્લા દસકામાં ૨૩ લાખ કેસો પેન્ડીંગ હતા. જે કુલ કેસોના ૭ ટકા હતા. તો તેને હવે ૧ ટકા કરી દેવામાં આવ્યા છે. જેના પગલે કોર્ટ એક પછી એક ચૂકાદા આપી કોર્ટ પ્રોસેસને હળવી કરી રહ્યા છે. હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, કેરલમાં આ સિસ્ટમને તત્કાલ અપનાવી આરોપીઓને સજા કરી અને નિદોર્ષોને ન્યાય આપવામાં આવ્યો છે. તો હવે દિલ્હી, આસામ, મઘ્વપ્રદેશ અને કર્ણાટકમાં પણ જુના કેસોના થપ્પા ઓછા કરવા ન્યાય આપવામાં આવશે નેશનલ જયુડીશીયલ ડેટા ગ્રીડના આંકડા પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષથી પણ વધુ પેન્ડીંગ છે જેની તારીખ પે તારીખ આવતી જાય છે. પરંતુ ચૂકાદો મળતો નથી. હરિયાણા, પંજાબ, મઘ્યપ્રદેશ, કર્ણાટક, કેરલ, દિલ્હી, એવા રાજયો છે. જેમાં સૌથી વધુ કેસો પેન્ડીંગ હતા તેવા તમામ કેસોનો નિકાલ કરવામાં કોર્ટો સફળ રહી છે.
જે આ રાજયાનાં ન્યાયમૂર્તિઓની કાર્યક્ષમતા દર્શાવે છે કે સરકારની ન્યાય આપવાની જવાબદારી વધી ગઇ હતી.
જેને એક પઘ્ધતિની આવશ્કયતા હતી. તો તેમની કાર્યવાહી પ્રથાને સુધારી ૯ કોડની પઘ્ધતિ અપનાવી અદાલતમાં ઓટોમેશન કર્યુ હતું. ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, ઓડિસા અને પશ્ર્ચીમ બંગાળમાં હજુ પણ જુના કેસો બાકી છે. જે કુલ કેસોના ૨૦ ટકા છે તો તેનો નિકાલ ઔપચારીક જરુરીયાતના દસ્તાવેજો કરી ઉકેલ કરવું ખુબ જ જરુરી હતું. ભારત સરકાર ડિજીટાઇઝેશન માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે નેશનલ જયુડીશીયલ ડેટા ગ્રીડને પણ ખાસ પ્રકારનું સોફટવેર આપવામાં આવશે જેના દ્વારા વકીલો મોબાઇલ ફોનના મેસેજ દ્વારા ઓનલાઇન માહીતી આપી શકશે. ખાસ વૃઘ્ધો અને મહિલાઓ પેન્ડીંગ કેસોની તકલીફોનો ભોગ બને છે. લાખ કેસો એવા છે જે વૃઘ્ધો દ્વારા નોંધાયા છે. તેમાના અમુક કદાચ ન્યાય વિના મૃત્યુ પામ્યા હશે તો ૨૬ લાખ કેસો મહિલાઓ દ્વારા નોંધાયા છે..