થોડા સમય પહેલાં બોબી દેઓલે એમએક્સ પ્લેયરમાં પોતાની વેબ સિરીઝ ‘આશ્રમ’ રિલીઝ કરી હતી જેના નિર્માતા પ્રકાશ ઝા છે. આ સિરીઝ સુપરહિટ વેબ સિરીઝે લોકોને સારું મનોરંજન પૂરું પાડ્યું હતું.આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા બોબી દેઓલે ભજવી હતી.આ વેબ સિરીઝને જોઇને ઘણા લોકોને પસંદ આવી છે પરંતુ ઘણા લોકોએ એવા આરોપ મૂકવામાં આવ્યા છે કે આ વેબ સિરીઝ દ્વારા તેમની ધાર્મિક લાગણી દુભાય છે તેથી તેના પર પ્રતબંધ મૂકવો જોઈએ.
આ વેબ સિરીઝમાં બોબી દેઓલ દ્વારા ‘બાબા નીરાલાની’ ભૂમિકા ભજવી હતી.આ સિરોઝમાં બતાવવામાં આવ્યુ છે કે બાબા નીરાલા પોતાનાં આશ્રમના કામની પાછળ ડ્રગ્સ અને હ્યુમન ટ્રેફિકિંગ જેવા કામો કરે છે.બોબી દેઓલ ઉપરાંત અદિતા પોહંકર, ચંદન રોય સન્યાલ, દર્શન કુમાર, તુષાર પાંડે, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી, સચિન શ્રોફ અને અનિલ રસ્તોગી જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ વેબ સિરીઝની ત્રીજા ભાગ માટે પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વેબ સિરીઝ માટે જોધપુર કોર્ટ દ્વારા અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને નોટિસ આપવામાં આવી છે. જિલ્લા અને સેશન કોર્ટમાં એડવોકેટ કુશ અગ્રવાલની અરજી પર આ આદેશ આપવામાં આવ્યો છે.કોર્ટે બોબી દેઓલ અને પ્રકાશ ઝા સામે એફ આઇ આર માટેના આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે.આ કેસની આગામી સુનવણી ૧૧ જાન્યુઆરીમાં થશે.