- શારીરિક અડપલાના ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો
- ગુલામ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા
- બાળકીના પરિવારને 6.5 લાખ આપવાનો આદેશ
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલાં કરનાર આરોપી ગુલામ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અને બાળકીના પરિવારને 6.50 લાખ આપવાનો ઓર્ડર કરાયો છે. આ ઐતિહાસિક ચુકાદા અને પોલીસની કામગીરીને રાજ્યના ગૃહ મંત્રીએ પણ સરાહના કરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલાં કરનાર આરોપી ગુલામએ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી સાથે 50 હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. અને બાળકી પરિવાર ને 6 લાખ આપવાનો ઓર્ડર કરાયો છે..આ ઐતિહાસિક ચુકાદા અને પોલીસ ની કામગીરી ને રાજ્યના ગૃહ મંત્રીએ પણ સરાહના કરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગત વર્ષે 27મી ઓગષ્ટના બપોરે ચાલી પાસે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ ચાલતો હતો. ચાલીમાં રહેતા અને સ્થાનિક લોકો મટકી ફોડના કાર્યક્રમને જોવામાં વ્યસ્ત હતા. ત્યારે શ્રમિક પરિવારની 3 વર્ષીય બાળકી ચાલીના બાથરૂમમાં ગઈ હતી. તે સમયે ચાલીમાં જ રહેતો ગુલામે મુસ્તુફા મહમદ સમીમ ખલીફા બાળકીની પાછળ પાછળ ગયો હતો. જ્યાં જઈને બાળકીને લોભામણી લાલચો આપીને શારીરિક અડપલાં કર્યા હતા. બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતા જોતા જ ચકચાર મચી હતી. જોકે આરોપી ગુલામએ મુસ્તુફા મહમદ સમીમ ખલીફાને લોકો પકડવા માટે જાય એ પહેલા જ ફરાર થઈ ગયો હતો.
આ અંગે પીડિતાના પિતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી ફરાર થાય એ પૂર્વે ટ્રેનમાંથી ઝડપી લીધો હતો.પાડ્યો હતો. આ કેસમાં SIT ટીમે માત્ર 9 દિવસમાં 470 પાનાની પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરી હતી. વાપીના સ્પેશિયલ જજ ટી.વી. આહુજાએ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી પર 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, પીડિત બાળકીને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
અહેવાલ: રામ સોનગઢવાલા