જમીન કૌભાંડમાં કુંવરજી બાવળીયાની ધરપકડના વિરોધમાં કલેકટરને રજુઆત વેળાએ સરકારી મિલકતને તત્કાલીન પાંચ ધારાસભ્ય સહિત ૧૭૯ સામે ગુનો નોંધાયો’તો: વિઠ્ઠલભાઇ રાદડીયા અને પોપટભાઇ જીજરીયા સહિત નવ લોકો કેસની સુનાવણી દરમિયાન અવસાન પામ્યા‘તા

આજથી અગીયારેક વર્ષ પહેલાં જસદણના તે વખતના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની થયેલ ધરપકડના વિરોધમાં કલેકટર ઓફીસમાં હલ્લો બોલાવીને પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવા તેમજ ગેરકાયદે મંડળી રચી ગુનો કરવા અંગે પકડાયેલ કોંગ્રેસના પુર્વ સાંસદ સભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા, તે સમયના પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ  રાજપુત, અશોક ડાંગર, તે સમયના રાજકોટ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, વર્તમાન ધારાસભ્ય વાંકાનેરના મહમદ જાવેદ પીરઝાદા, ભીખાભાઇ જોશી, ભીખુભાઇ વેજાણંદભાઇ વારોતરીયા, ગોરધન ધામેલીયા સહિત ૧૨ને અદાલતે કસુરવાન ઠેરવી સજા કરી છે.

જસદણના તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયાની સી.આઇ.ડી. ક્રાઇમે જમીન કૌભાંડમાં કરેલી ધરપકડના વિરોધમાં કોંગી દ્વારા ધરણા કરી કલેકટરને રજુઆત કરવા વેળાએ પબ્લીક પ્રોપટીને નુકશાન કરવા અંગેનો ચાર ધારાસભ્ય સહીત ૧૭૯ શખ્સો સામે નોંધાયેલા ગુનાનો કેસ સેક્ધડ એડીશ્નલ ચીફ કોર્ટમાં ચાલતા દરમ્યાન તત્કાલીન ધારાસભ્ય વિઠ્ઠલભાઇ અને પોપટભાઇ જીજરીયા સહીત નવ શખ્સોના અવસાન પામ્યા હતા. કેસની સુનાવણી પૂર્ણ થતા ન્યાયધીશ આર.એસ. રાજપૂત મેડમે બપોર બાદ ચુકાદો આપ્યો હતો.

વધુ વિગત મુજબ જસદણ તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયા સામે વર્ષ ૨૦૦૮ માં ગુનો જમીન કૌભાડનો ગુનો નોંધાયો હતો જે ગુનાના કામે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કુંવરજી બાવળીયાની ધરપકડ કરાયેલી જેના વિરોધમાં કોંગી દ્વારા ધરણાનો કાર્યક્રમ અને કલેકટરને આવેદન પત્ર પાઠવવા સમયે કલેકટર કચેરીમાં ગેરકાયદેસ મંડળી રચી પથ્થર મારો કરી પબ્લીક પ્રોપટીને રૂા પ લાખનું નુકશાન પહોચાડયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જેમાં તત્કાલીન ધારાસભ્ય જામકંડોરણાના વિઠ્ઠલભાઇ રાદડીયા, ચોટીલાના પોપટ જીંજરીયા, હળવદના દેવજી ફતેપરા, વાંકાનેરના જાવેદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજયગુરુ, ગોવિંદભાઇ રાણપરીયા, ગોરધન ધામેલીયા, ભીખુભાઇ વારોતરીયા અને પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર સહીત ૧૭૯ કોંગી કાર્યકરો સામે ગેરકાયદે મંડળી રચી અને સરકારી મિલ્કતોને નુકશાની પહોચાડવાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તણાસપૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં કેસની સુનાવણી સેક્ધટ એડીશ્યલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી કેસની સુનાવણી દરમ્યાન વિઠ્ઠલભાઇ રાદડીયા અને પોપટભાઇ જીજંરીયા સહીત નવ શખ્સો અવસાન પામ્યા હતા. જેમાં ૧૬ સાક્ષી, આઠ પંચ, ૩૩ પોલીસ અધિકારી અને ૧ર સરકારી કર્મચારી તેમજ અન્ય પાંચને તપાસવામાં આવેલા હતા. દલીલો પૂર્ણ થતા ન્યાયધીશે તમામ આરોપીને બોલાવી ચુકાદો સંભળાવ્યો છે.

આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, સંજય પંડયા, મનીષ પંડયા, રાજુભાઇ ધ્રુવ અને ઇરશાહ શેરશીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.