વિસનગર કોર્ટે બીન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતા હાર્દિક પટેલ વિસનગર કોર્ટમાં હાજર થયો છે. જ્યાં હાર્દિકને જામીન મળ્યાં છે. હાર્દિક અને લાલજી પટેલ સહિત પાંચ લોકો સામે કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ હતુ.
વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસની તોડફોડ કરવાના મામલે થયેલી ફરિયાદ સંદર્ભે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સતત ગેરહાજર રહ્યા હતાં. વિસનગર કોર્ટે આ મુદ્દે ગંભીર નોંધ લઇને બંન્ને પાટીદાર આંદોલનકારી નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યુ હતું.
પાટીદારો ભાજપ પ્રત્યે આમેય નારાજ છે ત્યારે આ કાયદાકીય પ્રક્રિયા થતાં પાટીદારો ભાજપને શંકાની નજરે જોઇ રહ્યાં છે. ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એવો ખુલાસો કરવો પડ્યો હતો કે નામદાર કોર્ટે ગેરહાજરીને લઇને વોરંટ ઇશ્યુ કર્યુ છે પોલીસનું ધરપકડ વોરંટ નથી.