તારીખ પે તારીખ નહીં… વરસોના વરસ!!!
યુપીમાં ૨૬ હજાર તો મહારાષ્ટ્રમાં ૧૩ હજાર કેસો ૩૦ વર્ષથી પેન્ડિંગ
જટીલ ન્યાય પ્રક્રિયા અને વધતા જતા કેસોની સંખ્યાને કારણે કોર્ટોમાં વર્ષોથી પેન્ડીંગ કેસો પડયા હોય છે. સની દેઓલના પ્રખ્યાત ડાયલોગ ‘તારીખ પે તારીખ’માં ફેરફારો કરીએ તો ‘તારીખ પે તારીખ નહીં વરસોના વરસ ! જેવી નીચલી કોર્ટોની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ જયુડિશીયલ ડેટા ગ્રીડ મુજબ સામે આવ્યું કે નીચલી કોર્ટોમાં ૧૪૦ કેસો એવા છે જે ૬૦ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે અને હજારો કેસો ૩૦ થી ૫૦ વર્ષનો સમય લઈ ચુકયા હોવા છતાં તેનો વર્ણ ઉકેલ થયો નથી. કુલ ૬૬૦૦૦ કેસો ૩૦ વર્ષથી થયા હજુ પણ ન્યાયની વાંટમાં છે.
સરકાર દ્વારા કરાયેલા મુલ્યાંકનમાં જ્ઞાન થયો કે જે ગતિથી કોર્ટની કામગીરી ચાલી રહી છે. એમનો પેન્ડીંગ કેસોના નિવારણ માટે હજુ ૩૨૪ વર્ષ લાગશે. કુલ કેસોના ૭૧ ટકા ગુનાહીય કેસોનો સમાવેશ થાય છે. જેના આરોપી હાલ ટ્રાયલ હેઠળ છે. ગત માસે અદાલતોમાં ૧૦.૨ લાખ કેસો નોંધાયા હતા. જેમાંથી માત્ર ૮ લાખ કેસો જ સોલ્વ કરાયા એટલે કે ૨.૨ લાખ કેસો પેન્ડીંગ રહ્યા. ૧૯૫૧ થી અત્યાર સુધીમાં ૧૮૦૦ કેસો એવા છે જેને ૬૦ વર્ષથી પેન્ડીંગ રખાયા છે. પેન્ડીંગ કેસોની સંખ્યામાં ઉતર પ્રદેશ મોખરે છે. ઉતર પ્રદેશમાં સૌથી વધુ ૨૬૦૦૦ કેસો ૩૦ વર્ષથી ન્યાયની તલાશમાં છે તો મહારાષ્ટ્રમાં ૧૩ હજાર કેસો પેન્ડિંગ છે.
યુપી, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, બિહાર, ગુજરાત અને ઓડિસામાં કુલ મળીને ૧.૮ કરોડ કેસો પેન્ડીંગ છે. જો ભારતની કુલ નીચલી કોર્ટોના પેન્ડીંગ કેસોના ૬૧ ટકા છે. યુપી રાજય અને અયોઘ્યાનો કેસે ૧૮ માર્ચ ૧૯૬૬માં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનવણી ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યો હતો. ફરીથી તેની તારીખ ધકેલાતા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯માં તેની સુનવણી થનાર છે. હવે ૧૩મી ફેબ્રુઆરીએ આ કેસનો ફાઈનલ ફેંસલો આવશે કે કેમ તે તો આવનારો સમય જ દર્શાવશે પરંતુ હાલ નિચલી કોર્ટોની કામગીરીની ગતિ કાચબા સમાન છે જયારે પેન્ડીંગ કેસો હિમાલય માફક ઉભા છે.