અમરસિંહ પરમારના વારસોએ પોલીસ સ્ટેશન દુર કરી જગ્યાનો કબ્જો મેળવવા દાદ માંગી તી
શહેરના માલવીયાનગર પોલીસ મથકની જગ્યા પોતાની માલિકીની હોવાનું જણાવનાર મૂળ માલિક અમરસિંહ જેઠીજી પરમારના વારસદારોએ પોલીસ સ્ટેશન દૂર કરીને જગ્યાનો કબજો મળવા અંગે કરેલો દાવો અદાલતે રદ કર્યો છે.
કેસની વિગત મુજબ, અમરસિંહ જેઠીજી પરમારના વારસદારોએ પોલીસ કમિશનર, કલેકટર તથા રાજકોટ મહાનગર પાલીકા વિરૂધ્ધ દિવાની દાવો દાખલ કર્યો હતો. દાવા પ્રમાણે રાજકોટના રેવન્યુ સર્વે નંબર 403 ની જમીન એકર 15-01ગુંઠા જમીન તેમજ રેવન્યુ સર્વે નંબર 404 ની એકર 1-01 ગુંઠા જમીન અમરસિંહ જેઠીજી પરમારની માલિકીની હતી. તેમાંથી સર્વે ન. 403 ની 14-38 એકર જમીન બીનખેતી થઇ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ કરાતા વાદીએ કરેલી તપાસમાં ટી.પી.સ્કીમ નંબર 3 ના પુન: વહેંચણી પત્રકમાં ટાઉન પ્લાનીંગ ઓફિસરે અમરિસંહ જેઠીજીની સાથે ગુજરાત સરકાર થ્રુ રાજકોટ કલેક્ટરનું નામ ઉમેરવા ઉપરાંત ગુજરાત સરકારનું નામ વાદીની જાણ બહાર વાદીને તક આપ્યા વિના ઉમેરી દીધાની વિગત જાણવા મળી હતી. વાદીના કહેવા મુજબ રેવન્યુ રેકર્ડ મુજબ દાવા વાળી જમીનના માલીક અમરસિંહ જેઠીજી હતા. જેથી વાદીએ માલવીયા નગર પોલીસ સ્ટેશન દુર કરી જમીનનો કબજો મળવા અંગેનો દાવો દાખલ કરી અંતિમ ખંડના 160,161 અને 178 ના વાદી એકલા માલીક છે તેવું વિજ્ઞાપન માગ્યું હતું.
અમરિસંહ જમીન બીનખેતી કરાવ્યા બાદ સર્વે નં. 404 ની બીનખેતી બાદ બાકી રહેતી જમીન એ. 0-03 ગુઠા અને પોત ખરાબાની સર્વે નં. 403 ની એકર 1-01 ગુઠા જમીન પોતાના ખાતે ચડાવવા અરજી આપી નોંધ નં. 4246 દાખલ કરાવી હતી. જે હકીકત ધ્યાન ઉપર આવતા ઉચ્ચ અધિક મામલતદારના રિપોર્ટના આધારે નાયબ કલેકટરે રીવીઝનમાં લઈ નોંધ ન. 4246 2દ કરી હતી. ત્યાર બાદ અમરસિંહ જેઠીજીએ લેન્ડ રેવન્યુ કોડની કલમ-37(2) હેઠળ ખરાબાની અને પેટા ખરાબાની જમીન પોતાની માલીકીની હોવાનું ઠરાવી આપવા અંગેનો કેસ નાયબ કલેકટર સમક્ષ દાખલ કરેલો કેસ તા. 31/07/1987 ના રોજ નામંજૂર થયો હતો.અમરસિંહ જેઠીજીના અવસાન બાદ તેના વા2સો નોંધ ન 4246 જેવી 4 નોંધ નં. 191 તા. 01-08-1998 ના રોજ દાખલ કરાવી હતી. બાદમાં નોંધ નં. 195 થી અમરસિંહ જેઠીજીની વારસાઈ નોંધ દાખલ કરાવી હતી. વાદીઓએ રેવન્યુ ઓથોરીટી સમક્ષ નોંધ નં. 4246 રીવીઝનમાં લઈ રદ કરવાનો હુકમ, લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) ના કેસનો હુકમની વિગતો છુપાવી નોંધ નં. 191 અને195 દાખલ કરાવી હોવાનું ધ્યાન ઉપર આવતા કલેકટરે નોંધ નં. નોંધ નં. 191 અને195 રીવીઝનમાં લઈ રદ કરી હતી. સમગ્ર હકીકત ધ્યાને લઈ સર્વે નં. 404 ની માપણી મુજબની એકર 14-38 ગુંઠા જમીન બીનખેતી થઈ ગયા બાદ અમરસિંહની માલીકીની સર્વે 403 ની કોઈ જમીન આવેલી નથી. સર્વે નં. 403 ની જમીન સરકારી ખરાબાની હતી. ટી.પી. સ્કીમ નં. 3 આવતા તેને મુળ ખંડ નંબર 47 આપી અંતિમ ખંડ પૈકી આખરી ખંડ ની 161 ની જમીન ચો.મી. 1365 પોલીસ ચોકી બનાવવા માટે કલેકટરે ફાળવી છે તેમ ઠરાવી અમરસિંહ જેઠીજીના વારસોનો દાવો નામંજુર કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સ્મીતાબેન અત્રી તથા રાજકોટ મહનગર પાલીકા તરફે એડવોકેટ સુરેશ સાવલીયા રોકાયા હતા.