દિલ્હીમાં સ્થિત ૧૦૮ ફુટની મહાકાય હનુમાનજીની મુર્તિને હવાઇમાર્ગ દ્વારા લઇ જવાશે પરંતુ સમસ્યાએ છે કે હનુમાનની વિશાળ મુર્તિ શહેરનું હદ્ય છે. જો કે, ગેરકાયદેસર બનાવાયેલી કરોલ બાગની મુર્તિને હટાવવા કોર્ટે સલાહ આપી છે. એનજીઓની ગેરકાયદેસર અરજીની સુનવણી કરતા ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે સી હરી શંકરે ગગનચુંબી ૧૦૮ ફુટની મુર્તિને હવાઇસવારી દ્વારા તેનું સ્થળાંતર કરવાની સલાહ આપી હતી. જો કે આ મુર્તિ દિલ્હીની જાન છે તો કેટલાય ફિલ્મોની શાન બની ચુકી છે.
૧૫ નવેમ્બરના અમલીકરણ માટે પોલીસ સ્ટેશનો જવાબદાર રહેશે. અને તે વિસ્તારોમાંથી અતિક્રમણ દૂર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન કશું કામ કરતું નથી તેવી લોકોની માનસિકતાઓને સ્પષ્ટ કરવામાં આવશે. જો કે, આ બધા વચ્ચે જાણે આ વિસ્તારનું હદ્ય હજુ પડી જતુ હોય તેવું દુ:ખ તો સૌ કોઇને થશે, જો કે, તેની આખરી સુનવણી ૨૪ નવેમ્બરના રોજ કોર્ટ દ્વારા કરવામાં આવશે.