આપણા ભારતીયો દુનિયાની કોઈ પણ જગ્યાએ જાય ત્યાં પોતાની કંઇક અલગ જ છાપ મૂકીને આવે છે. જેમ કે આપણે વિદેશ પ્રવાસમાં થેપલા લઈ જવાથી લઈને ગરબા રમવાનાં ઉદાહરણથી વાકેફ જ છીએ. આવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો છે.ભારતીય દંપતી અમેરિકામાં ધોતી અને સાડી પહેરીને બરફ પર દોડ લગાવી રહ્યા છે.સામાન્ય રીતે લોકો સ્નો બોર્ડિંગ તેના સ્પેશિયલ કપડાં પેહેરીને જ કરતા હોય છે કારણ કે તે કપડાં લોકોને વધુ અનુકૂળ આવે છે પરંતુ આ દંપતીએ સાડી અને ધોતિમાં સ્નો બોર્ડિંગ કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ દંપતીનું નામ દિવ્યા અને મધુ છે . આ બન્ને વોશિંગટનમાં ફરવા ગયા હતા. ત્યાં તેઓ વેલ્ચ ગામમાં બરફની સફેદ ચાદરની વચ્ચે સ્નો બોર્ડિંગ કરતા જોવા મળે છે.ધોતી અને સાડી પહેરીને બન્ને દંપતિએ બધા કરતાં કંઇક અલગ જ પ્રવૃત્તિ કરી છે.આ પ્રવૃત્તિ બાદ બન્ને સોશિયલ મીડિયા પર છવાયેલા છે.
દિવ્યાએ આ અમેઝિંગ વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિડિયો શેર કર્યા બાદ દિવ્યાને વિડિયો પર 3 લાખ વ્યુ મળ્યા છે અને 13 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.