પરિણીતાએ પ્રેમીને મોબાઈલ ફોન કરી બોલાવી મહિલા સહિત ચાર શખ્સોએ તિક્ષ્ણ હથીયારના ૩૨ ઘા ઝીંકી ઢીમઢાળી દીધું ‘તુ
૩૨ પૈકી ૩૧ સાક્ષીએ બનાવને સમર્થન આપ્યું ‘તુ: પિતરાઈભાઈઓને શંકાનો લાભ
ખૂનના ગુનામાં બે લાખ અને કાવત્રાના ગુનામાં અડધા લાખનો દંડ ફટકાર્યા
શહેરનાં ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં આડા સંબંધમાં ભગવતીપરાનાં યુવકની કરપીણ હત્યાના ગુનાના કેસમાં અદાલતે દંપતિને આજીવન કેદ અને બે પિતરાઈ ભાઈને શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરનાં ભગવતી પરામાં રહેતો ઈબ્રાહીમ આમદ બુકેરા નામના સંધી યુવાનની કોઠારીયાના રસુલપરા સોલવન્ટમાં હત્યા નિપજાવવામાં આવી હોવાની મૃતકનાભાઈ સલીમ આમદ બુકેરાની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના સ્ટાફે સલીમ શા સતારશા ફકીર, તેની પત્ની મદીનાબેન સલીમ ફકીર, હનીફ સતાર શા અને કુની સૈયદ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તમામની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈબ્રાહીમ સંધીને આરોપી મદીનાબેન સલીમશા ફકીર સાથે આડા સંબંધની જાણ પતિ સલીમશા ફકીરને થતા સલીમશા ફકીરે પત્ની મદીનાબેનના મોબાઈલ ફોનમાંથી પ્રેમી ઈબ્રાહીમ ને ફોન કરી રસુલપરા સોલવન્ટ ખાતે બોલાવી ત્યારે નગ્ન અવસ્થામાં સલીમશા સતારશા ફકીર અને તેના ભાઈ હનીફ સતાર શા તેમજ પિતરાઈ ભાઈએ તલવાર, છરી અને ટોમીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની કબુલાત આપતા પોલીસે તપાસપૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
અધિક સેશન્સ કોર્ટમા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષની રજૂઆતના અંતે સરકાર પક્ષની દલીલમાં ગંભીર પ્રકારનો ગુનો છે. આ ગુન્હેગારોને છોડવામાં આવશે તો સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધશે તેમજ તપાસનીશ સાયોગીક પૂરાવા અને ૩૮ સાક્ષી પૈકી ૩૭ સાક્ષીઓએ કેસને સમર્થન આપ્યું છે. પીઓમ રિપોર્ટમાં ૩૨ ઈજાના નિશાન હતા તમામ પૂરાવા અને દલીલને અંતે અધિક સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી સલીમશા સતારશા ફકીર અને તેની પત્ની મદીનાબેનને કલમ ૩૦૨માં આજીવન કેદ અને બે લાખનો દંડ અને કલમ ૧૨૦ બીમાં ૧૪ વર્ષ અને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જયારે હનીફ સતારશા અને તેના પિતરાઈ ભાઈ કૂની સૈયદને શંકાના લોભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે રક્ષીત કલોલા એ દલીલ કરી હતી.