રાજયનાં કોરોનાના નવા ર4 કેસ નોંધાયા: સંક્રમણમાં સતત વધારો ચિંતાનો વિષય
રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઘણા દિવસો બાદ કોરોનાએ એક વ્યકિતનો ભોગ લીધો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં કોરોનાના કેસ નોંધાયા છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોટડા સાંગાણીમાં આઠ વર્ષનો બાળક કોરોના સંક્રમીત બન્યો છે.
રાજયમાં શુક્રવારે કોરોનાના નવા ર4 કેસ નોંધાયા હતા. જેની સામે આઠ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. સુરત શહેરમાં એક દર્દીનું મોત નિપજયું હતું. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા 11 કેસ, મહેસાણામાં નવા 3 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 1, રાજકોટ જિલ્લામાં એક કેસ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. શહેરના અક્ષર માર્ગ પર રહેતા પતિ-પત્ની કોરોનામાં સપડાયા છે. 37 વર્ષના પતિ અને 3પ વર્ષની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બન્નેએ વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા છે. અને કોઇ જ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી રાજકોટમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.