બિહારથી ગુજરાતના પ્રવાસે આવતા નડયો અકસ્માત ડ્રાઈવરને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો
પાણશીણા પોલીસ સ્ટેશનના કાનપરા ગામના પાટિયા પાસે લીંબડી બગોદરા નેશનલ હાઇવે ઉપર એક કાર અને ટેન્કર વાહનોના અકસ્માત સર્જાતા, આ અકસ્માત માં બિહાર રાજ્યથી ગુજરાતના પ્રવાસે આવેલા દંપતી સંજયકુમાર યુગલપ્રસાદ અને રંજીતા ઉર્ફે રાણીદેવી સંજયકુમાર ના મૃત્યુ થયેલા. જ્યારે ડ્રાઇવર વિષ્ણુભાઈ રમણભાઈ ઓડ રહે. અમદાવાદને ગંભીર ઇજા થતાં, લીંબડી સરકારી દવાખાને દાખલ* કરવામાં આવેલ હતા. બનાવની જાણ થતાં, પાણશીણા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, મહાવીરસિંહ, ભીમાભાઇ, સૂર્યકાંત, દિલીપભાઈ, ડ્રાઇવર બળદેવભાઈ, સહિતના પોલીસ માણસોની ટીમ બનાવવાળી જગ્યાએ પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, મરણજનાર દંપતીનું પીએમ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એ પણ ફેટલ અકસ્માતમાં બે વ્યકિતના મૃત્યુ થયેલા હોઈ, બનાવની વિઝિટ કરવામાં આવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા મરણ જનાર દંપતીના મોબાઈલમાંથી બિહારનો નંબર શોધી રાત્રે ને રાત્રે તેમના સગા સંબંધીને જાણ કરી દેવામાં આવતા, મરણજનાર દંપતીના સગા ભાઈઓ બિહારથી ફલાઇટ મારફતે લીંબડી આવી ગયેલ હતા.
પાણશીણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.જે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા *માનવતાવાદી વલણ દાખવી, મરણજનાર દંપતીની લાશ ઉપરથી મળેલા વીંટીઓ, ચેઇન, છડા, વિગેરે સોનાચાંદીના ઘરેણા, ઘડિયાળ, મોબાઇલફોન નંગ ૩, ચીજ વસ્તુઓ તથા રોકડ રકમ રૂ. ૬૫,૦૦૦/- સહિતની કુલ આશરે ત્રણ ચાર લાખની કિંમતની ચીજ વસ્તુઓ તેઓના વતનમાંથી આવેલ મરણજનાર સંજયકુમારના પુત્ર પ્રથમ સંજયકુમાર તથા તેમના ભાઈને સોંપી આપી, માનવતા તેમજ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપેલ હતું. અકસ્માત થતાં, ડ્રાઇવર ને તાત્કાલિક દવાખાને પહોંચાડતા, *લાશ ઉપર કિંમતી વસ્તુઓ હોવાની જાણ પોલીસ સિવાય કોઈને પણ ન હતી. જે તમામ વસ્તુઓ તથા સામાન મરણ જનારના સગા સંબંધીને સોંપતા, તેઓ ભાવવિભોર થઇ ગયા હતા. આવા સમયે પાણશીણા પોલીસની માનવતાવાદી તથા પ્રમાણિક કાર્યવાહીની તથા તાત્કાલિક એકશન લેવામાં આવેલ હોઈ, બિહાર રાજ્યમાંથી આવેલ મરણ જનાર દંપતીના સગા વહાલાઓએ ભારોભાર પ્રશંસા કરી, આભારની લાગણી વ્યક્ત કરી, ગુજરાત પોલીસનો એક અલગ જ અનુભવ થયાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવેલ હતી.