વરસાદમાં મકાનનું રીપેરીંગ કરતી વેળાએ પતિ પત્ની બંનેના મોતથી પરિવારમાં શોક
અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે વીજ શોક લાગતા વૃધ્ધ દંપતિનું મોત નિપજતા દલિત પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી વિગત મુજબ ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે રહેતા ભાણાભાઈ આપાભાઈ વિઝુડા નામના ૬૫ વર્ષિય વૃધ્ધના મકાનમાં વરસાદી ચુવાક થતા હોય ત્યારે નળીયા સરખા કરી રહ્યા હતા ત્યારે વીજ વાયરને અડી જતા ત્યારે તેને બચાવવા પત્ની લાખુબેન નામના ૫૫ વર્ષિય વૃધ્ધ જતા બંનેને વીજ શોક લાગતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજપરનાં તબીબે દંપતિને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
આ બનાવની જાણ ખાંભા પોલીસને થતા હોસ્પિટલે દોડીજઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોધિકાના ઢોલરા ગામે છોટા હાથી હડફેટે ઘવાયેલા યુવાનનું મોત
રાજકોટના રસુલપરા વિસ્તારમાં રહેતા કાદરભાઈ ઓસમાણભાઈ સંધી નામના ૨૫ વર્ષનો યુવાન ગત તા.૨૨ જૂનના રોજ ઢોલરાના પાટીયા પાસે ચાલીને જતો હતો ત્યારે પૂરપાટ ઝડપે ઘસી આવેલા છોટા હાથીના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે અહીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ટુંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.