- પાડોશી ત્રણ શખ્સોએ દંપતીના પુત્રને મારી નાખવાની અને મકાન ખાલી કરવાની ધમકી દીધી
જામનગર રોડ પર આવેલ સ્લમ કવાર્ટસમાં ઘર પાસે બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશી પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્રણ શખ્સોએ દંપતિ પર તલવારથી હુમલો કરી મકાન ખાલી કરવા અને તેના પુત્રની હત્યા કરવાની ધમકી દીધાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતા વસીમભાઇ ફતેમામદ જુણેજા અને તેમના પત્ની યાસ્મીનબેનને તેમના પાડોશમાં રહેતા આરિફ ઓસ્માણ કેયડા, તેના ભાઇ મહોસીન અને આશિફ જુણેજાએ તલવારથી હુમલો કર્યોની પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
વસીમભાઇ જુણેજા તેના મકાન પાસે ખુરશી રાખી બેઠા હતા તેને અહીં આ રીતે કેમ બેઠો છે. તેમ કહી વસીમભાઇ અને તેમના પત્ની યાસ્મીનબેનને તલવાર મારી મકાન ખાલી કરી જતા રહેવાનું અને તેના પુત્ર રમીઝની હત્યા કરવાની ધમકી દીધાનું ફરીયાદમાં જણાવ્યું છે.