મામાજીના જમાઈ સહિત ચાર શખ્સો છરી અને લાકડી વડે તૂટી પડ્યા

શહેરમાં મેટોડા વિસ્તારમાં શાકભાજી વેચવા માટે પાથરણું પાથરવા મામલે બકાલી દંપતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં મામાજીના જમાઈ સહિત ચાર શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડામાં રહેતા અને ગેઇટ -3 પાસે રોડની સાઈડમાં શાકભાજી વેચી ગુજરાન ચલાવતા વિનુભાઈ જીવરાજભાઈ ચુડાસમા (ઉ.વ.50) અને તેમના પત્ની સમજુબેન વિનુભાઈ ચુડાસમા (ઉ.વ.45) પર તેમના કુટુંબી મનું તથા તેના સાગરીત સતીષ, આકાશ અને મિહિરે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સમજુબેન અને વિનુભાઈ શાકભાજી વેચવા માટે પાથરણું પાથરી બેઠા હતા. ત્યારે મનુએ બાજુમાં પાથરણું પાથરી દેતા તેને થોડે દૂર રાખવાનું કહેતા માથાકૂટ થઈ હતી. જેમાં દંપતી પર હુમલો થયાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.