૭૨માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે શાળા, કોલેજો, સામાજીક સંસઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન, રેલી, શહિદોને શ્રધ્ધાંજલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
શહેરભરમાં ગઈકાલે ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની શાળા, કોલેજો,સામાજીક સંસઓ અને સરકારી કચેરીઓમાં ૭૨માં સ્વાતંત્ર પર્વ નીમીતે ધ્વજવંદન, રેલી, શહિદોને શ્રધ્ધાંજલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આન, બાન અને શાની શહેરભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની રંગારંગ ઉજવણીી શહેરભરમાં દેશભક્તિનો રંગ ઘુંટાયો હતો.
રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા તેમજ મહામંત્રી ભાનુભાઈ મેતાના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ૭૨માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી સો ભારતમાતા પૂજનનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપ આઈ.ટી.એમ.એમ,ના ઇન્ચાર્જશ્રી હિરેનભાઈ જોશીએ સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જીલ્લા ભાજપ આઈ.ટી.એસ.એમ.ના સહ-ઇન્ચાર્જ બીપીનભાઈ રેલીયા, રાજકોટ જીલ્લા સાંસ્કૃતિક સેલના ક્ધવીનર દીપકભાઈ ભટ્ટ, બૌદ્ધિક સેલના સહ-કન્વીનર જયેશભાઈ પંડ્યા, જીલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી દિનેશભાઈ વિરડા, અલ્પેશભાઈ અગ્રાવત, રવિભાઈ જોશી, વિવેકભાઈ સાતા, કિશોરભાઈ રાજપૂત સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિતિરહી ધ્વજવંદન સાથે ભારતમાતા પૂજન કરેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવીર્સટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ કેમ્પસ પ્લાઝા ખાતે ૭રમાં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ. ના વિવિધ ભવનોના અઘ્યક્ષો જુદા જુદા સત્તા મંડળના સભ્યો તેમજ શૈક્ષણિક તેમજ બીન શૈક્ષણિક કર્મચારીઓ, વિઘાર્થીઓની હાજરીમાં સૌરાષ્ટ્ર યુનિ. ના પ્રથમ મહીલા કુલપતિ પ્રો. ડો. નિલાંબરીબહેને ઘ્વજવંદન કરેલ હતુ. યુનિવસિટી ની ગર્લ્સ હોસ્ટલની વિઘાર્થીઓ દ્વારા એક રાખી ફોજી કે નામ થી ૨૫૧ રાખડી હર્ષદ પુષ્કર્ણ સફારી સંસ્થા અમદાવાદ ખમોકલવામાં આવેલ છે.
કાર્યક્રમમાં કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયા, સીન્ડીકેટ સભ્યો ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. ગીરીશભાઇ ભીમાણી વિગેરે હાજર રહ્યા હતા.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ
બોલબાલા ચેરી. ટ્રસ્ટ દ્વારા માં સંતોષીમાં શાળા નં. ૯૮ ને દતક શાળા તરીકે લેવામાં આવેલ છે ત્યારે બાળકોમાં દેશપ્રેમની ભાવના પ્રગટ થાય તે હેતુથી ચાલુ સાલ દેશના ૭રમાં સ્વાતંત્રની શાનદાર ઉજવણી માટે ઘ્વજવંદન તથા મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ વિસ્તારના નગરસેવિકા ગાયત્રીબા જાડેજા તથા મહર્ષિ આવાસ યોજનામાં ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાઘ્યાયે ઘ્વજવંદન કરાયું હતું.
ઘ્વજવંદન વીધી કાર્યક્રમ બાદ રાષ્ટ્રગીતના અંતે બાળકોને શિસ્તબઘ્ધ પરેડ ૧૦૮ ફુટની ત્રીજયામાં ભારતનો નકશો તથા મ્યુઝીકના સથવારે યોગના દાવ રજુ કરેલ હતું.
સ્વાતંત્ર પર્વ નીમીતે શાળા ના ૬૫૦ બાળકો તેમજ આવેલ મહેમાનો માટે પોષ્ટીક નાસ્તાની વ્યવસ્થા તેમજ ૧૦૦૦ જેટલા ભારતીય ઝંડા વિતરણની વ્યવસ્થા બોલબાલા સંસ્થા દ્વરા કરાઇ હતી.
જીવનનગર વિકાસ સમિતિ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃતિ નાગરીક મઁડળ, રામેશ્વર મહાદેવ મંદીર સમીતી મહીલા મંડળના સંયુકત ઉપક્રમે ૭રમાં સ્વાતંત્ર પર્વની આન,બાન, શાનથી ઉજવણી કરવામાં આવી હતી.
જીવનનગરમાં પર્વ નિમિતે નિબંધ વકતૃત્વ, શિધ્રચિત્ર રંગોળી મુખપાઠ, વેશભુષા, અભિનયમાં વિજેતા ઉપરાંત અનિલ જ્ઞાન મંદીરના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામને પ્રમાણપત્ર ઇનામો વોર્ડ નં.૧૦ ના પૂર્વ નગર સેવક પરેશભાઇ હુંબલ સહીતના હસ્તે આપવામાં આવ્યા હતા.
વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલીત કડવીબાઇ વીરાણી કન્યા વિઘાલયમાં ૧પ ઓગષ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી મંડળના તમામ વિભાગોએ સાથે મળીને રંગારગ કાર્યક્રમ કર્યો હતો. શાળાના મઘ્યસ્થ મેદાનમાં મંડળના ટ્રસ્ટી ડો. અનિલભાઇ અંબાસણાના હસ્તે ઘ્વજવંદન કરાવવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટઓ, તમામ વિભાગના આચાર્યે તથા તમામ શિક્ષક ભાઇઓ-બહેનો અને વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહેલ હતા. કાર્યક્રમમાં ધો.૧૦ અને ૧ર ના વિઘાર્થીઓ માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ તથા તમામ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતો.
સફાઇ કામદાર જાગૃતિ મંડળવાલ્મીકી સમાજની એકતા અને સંગઠન મજબુત બને સહુમાં રાષ્ટ્રીયફભાવના ઉદભવે અને આમાંથી જ કોઇ આપણા ભારત દેશને વિશ્વકક્ષાાએ સારી એવી નામના મેળવે તેવા સ્વચ્છ હેતુ સાથે મંડળ રાજકોટ મહાનગરપાલિકા ડો. આંબેડકર ભવન સફાઇ કામદાર જાગૃતિ મંડળ ઓફીસ નં. ર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ૭રમાં સ્વાતંત્ર પર્વની રાષ્ટ્રગીત ગાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
મહાત્મા ગાંધી ટ્રસ્ટ અને જે.જે. કુંડલીયા કોલેજ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ૭રમાં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજયના પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઇ જોષીના હસ્તે સવારે ૮.૩૦ કલાકે ઘ્વજવંદન કરવામાંઆવ્યું હતું.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રીન્સીપાલે યજ્ઞેશભાઇ જોશી, પ્રીતીબેન ગણાત્રા, તથા શાળા કોલેજના વિઘાર્થીઓ અને સંસ્થાના શૈક્ષણિક બીન શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામા ઉ૫સ્થિત રહ્યા હતા.
આર.ડી. ગારડી કોલેજ
હરીપર ખાતે આવેલ આર.ડી. ગારડી કોલેજ ઓફ એજયુકેશનમાં ૭રમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી જાણીતા ઉઘોગપતિ એંજલ પંપના માલીક શિવલાલભાઇ આદ્રોજા, મોઢવણીક સમાજના અગ્રણી અને જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમલભા મોદી વિગેરે ઉ૫સ્થિતિમાં આનંદ અને હર્ષોલ્લાસ સાથે અનેકર્તા એકતાની શોર્યગાથા રજુ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગરીમાપૂર્ણ રીતે કરવામાં આવી હતી. જેમાં ઘ્વજવંદન શિવલાલભાઇ આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું ઘ્વજવંદન કાર્યક્રમ બાદ કોલેજના વિઘાર્થીઓએ દેશભકિતની ભાવના રજુ કરતી વિવિધ કૃતિઓ તથા નૃત્યો રજુ કર્યા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસ સમીતી
શહેર કોંગ્રસ સમીતી દ્વારા ૭રમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રદેશ કોગ્રેંસ મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા, મ.ન.પા. ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, જોશનાબેન ભટ્ટી, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, વિજય વાંક, વિગેરે આગેવાનો સ્વતંત્ર દિનની ઉજવણી વખતે ઉ૫સ્થિત રહેલ હતાં.
છ.શા. વિરાણી બહેરા મુંગા શાળા
છ.શા. વિરાણી બહેરા મુંગા શાળામાં સ્વાતંત્રદિનની ઉજવણી ખુબ જ હર્ષ ઉલ્લાસ સાથે દિવ્યાંગ બાળકોએ દેશભકિતના રગે રંગાઇને કરી હતી. ઘ્વેજવંદન સંસ્થા ના ગૃહમાતા મધુબેન ઇશ્ર્વરલાલ ભરાડના હસ્તે કરવામાં આવેલ હતું.
સંસ્થાના બાળકોને ક્રિકેટની પ્રેકીટસ નિસ્વાર્થ ભાવે આપતાં સેવાભાવી કોચ રાજુભાઇ ખોખર તથા ક્રિકેટ એકેડમીની દિકરીઓનું સન્માન સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાની વયે સુંદર ફોટોગ્રાફી કરનાર શાળાના મુક બંધીર વિઘર્થી રીશીત પ્રફુલભાઇ વસોયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.
એકલવ્ય ડે સ્કુલ ગૌરીદડ
એકલવ્ય ડે સ્કુલ ગૌરીદડ મોરબી રોડ પર ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના વિઘાર્થીઓ અને શિક્ષકોએ ખુબ જ ઉત્સાહથી કાર્યક્રમનો લાભ લીધો હતો વિઘાર્થીઓએ પીરામીડ, દેશભકિત ગીત, નાટકો વગેરે કુતિઓ રજુ કરી હતી. તેમજ વિઘાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય રેલી સાથે દેભભકિતને નારી બોલાવવામાં આવ્યા હતા સૌએ તીરંગો ફરકાવી ઘ્વજવંદન કર્યુ હતું.