સ્વનિર્ભરતા તરફ રિલાયન્સનું ડગલુ

રિલાયન્સની પ્રથમ ઓનલાઈન એજીએમમાં ૨ લાખ લોકો જોડાયા : રિટેલ બિજનેશ અને જીયોને લગતી મસમોટી જાહેરાતો

ગૂગલ હવે જીયો પ્લેટફોર્મમાં રૂ .૩૩૭૩૭ કરોડનું રોકાણ કરશે, જીયોમાં ૭.૭ ટકા હિસ્સેદારી મેળવશે

દેશમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની આજે વાર્ષિક સામાન્ય સભા હતી. જેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જીયો પ્લેટફોર્મમાં ગુગલ દ્વારા રૂ ા.૩૩૭૩૭ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીયો એ દેશનું સ્વદેશી ૫-જી સોલ્યુશન તૈયાર કર્યું છે. જેની ટેકનોલોજી ૧૦૦ ટકા સ્વદેશી છે. આ ટેકનોલોજી આવતા વર્ષે ફિલ્ડ ડિપ્લોઈમેન્ટ માટે તૈયાર થઈ જશે. આપણે તેને વિશ્ર્વને અન્ય ટેલીકોમ કંપનીઓને એકસ્પોર્ટ કરીશું, હું આ સફળતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેના આત્મનિર્ભર ભારતને સમર્પિત કરૂ છું.

ચેરમેન મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, કોરોનાના કારણે ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી છે. પરંતુ દરેક આફત આપણા માટે દરેક અવસર લઈ આવે છે તેનું ઉદાહરણ આ એજીએમ છે. જીયો મીટ પર આ સભા યોજાઈ રહી છે જે ૫૦ લાખ લોકોને કલાઉડ મારફત એક સાથે જોડી શકે છે. આગામી ૩ વર્ષમાં જીયો સાથે અડધા અરબ જેટલા મોબાઈલ કસ્ટમર જોડાઈ જશે. જીયોએ પોતાની આખી ૫-જી ટેકનોલોજી વિકસીત કરી નાખી છે. જ્યારે ૫-જી સ્પેકટ્રમ ઉપલબ્ધ થશે ત્યારે તેનું ટ્રાયલ પણ શરૂ  થઈ જશે. રિલાયન્સ હવે સાચા અર્થમાં દેવા મુક્ત કંપની બની ગઈ છે. આ લક્ષ્યની ડેડલાઈન ૨૦૨૧નો માર્ચ મહિનો હતો. જેના પહેલા જ હવે ટાર્ગેટ પુરો થઈ ચૂકયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રિલાયન્સ ૧૫૦ બિલીયન ડોલરનું માર્કેટ કેપ ધરાવતું હોય તેવી પ્રથમ ભારતીય કંપની બની ચૂકી છે. આ સંકટ વચ્ચે પણ ભારત અને દુનિયા ખુબ ઝડપથી વિકાસ સાધશે. દરેક મુશ્કેલીમાં તક છુપાયેલી હોય છે. આજે રિલાયન્સની એજીએમ દરમિયાન ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ નવા જીયો ટીવીનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું. જીયો ટીવી-પ્લસ હવે નેટફલીકસ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને અન્ય ઓટીટી પ્લેટફોર્મને એક એપ્લીકેશન હેઠળ લઈ આવશે. ઉપરાંત આ એપ્લીકેશન વોઈસ સર્ચથી પણ પ્રભાવિત હશે.

આ તકે, મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉર્જા ક્ષેત્રમાં બીપી સાથે ભાગીદારી થઈ છે. તેમના ફયુલ રિટેલીંગ બિઝનેશમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણ જીયો-બીપી નામની નવી બ્રાન્ડમાં કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ શુદ્ધ ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવેલા કામો અંગે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ કાર્બન ડાયોકસાઈડને ઉપયોગી પ્રોડકટને કેમીકલમાં બદલશે અને તેનાથી સંબંધીત ટેકનોલોજીને લોકો સામે લાવશે. તેમણે ૫-જી યુગ અંગે પણ કહ્યું હતું કે, દેશ અત્યારે ૫-જી યુગના દરવાજે આવીને ઉભો છે. અત્યારે જે લોકો ૨-જી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેવા ૩૫ કરોડ ભારતીયોને સસ્તાદરના સ્માર્ટફોન આપવામાં આવશે.

  • કેબલ ઈન્ડસ્ટ્રીઝ ઉપર પણ રિલાયન્સનું સામ્રાજ્ય રહેશે

રિલાયન્સની એજીએમ દરમિયાન ડેન નેટવર્ક અને હેથવે વચ્ચે પણ મહત્વની ભાગીદારીની જાહેરાત થઈ હતી. જેના પરિણામે હવે કેબલ નેટવર્ક ઉપર  રિલાયન્સનો દબદબો થશે. લાંબા સમયથી કેબલ ઈન્ડસ્ટ્રીમાં રિલાયન્સ દ્વારા પોતાનું પ્રભુત્વ સ્થાપવા મુડી રોકાણ કરવામાં આવી રહ્યાં હતા. કેબલ ઈન્ડસ્ટ્રીનો વ્યાપ ખુબ મોટો છે. દેશના કરોડો ઘરમાં કેબલ ઈન્ડસ્ટ્રી પગપેશારો છે. દર મહિને કરોડો રૂ પિયાનું ટર્નઓવર કેબલ ઈન્ડસ્ટ્રી દ્વારા થતું હોય છે ત્યારે હવે ડેન નેટવર્ક અને હેથવે વચ્ચે થયેલી ભાગીદારીના કારણે રિલાયન્સની તાકાત વધી છે.

  • જીયો ગ્લાસ લોકો સામે મુકાયો

01 15

આજે મુકેશ અંબાણીએ ટેકનોલોજીના આવિષ્કાર અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જીયો ગ્લાસ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જે વજનમાં માત્ર ૭૫ ગ્રામનો હશે. જેની સાથે રિયાલીટીથી જોડાયેલી સેવા અપાશે. આ જીયો ગ્લાસમાં સિંગલ કેબલ કનેકટ થશે અને ૨૫ એપ્લીકેશનો રહેશે. એઆર ટેકનીક ધરાવતી આ એપ્લીકેશન વિડીયો મીટીંગ માટે પણ ખુબ જ મદદરૂ પ થશે. આ સર્વિસના કારણે જીયો ગ્લાસ લાખો નોકરીયાતો માટે અને પ્રોફેશન માટે ખુબજ મહત્વનું સાબીત થઈ જશે.

  • નવા જીયો ટીવીનું ડેમોસ્ટ્રેશન

આજે ઈશા અંબાણી અને આકાશ અંબાણી દ્વારા નવા જીયો ટીવી-પ્લસનું પણ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જીયો ટીવી પ્લસમાં હવેથી નેટફ્લીકસ, એમેઝોમ પ્રાઈમ, હોટસ્ટાર અને અન્ય ઓટીટી પ્લેટફોર્મ પણ એક એપ્લીકેશન નીચે આવી જશે. આ એપ્લીકેશનના કારણે હવે ઓટીટી સર્વિસનું સ્વરૂ પ એકદમ બદલાઈ જશે. ઈશા અંબાણી અને આકાશ અંબાણી દ્વારા આજે અન્ય સર્વિસ અંગે પણ લોકોને વિગતો આપવામાં આવી હતી. આજનો આ એજીએમ ટેકનોલોજી ક્ષેત્રે ખુબ મહત્વનું બની ગયું હતું.

  • એક સાથે લાખો લોકો સામેલ થયા હોય તેવી પ્રથમ ઓનલાઈન ઈવેન્ટ

rilance

એક સાથે લાખો લોકો ઓનલાઈન ઈવેન્ટમાં સામેલ થયા હોય તેવો આજે પ્રથમ વખત બન્યું હતું. આજે રિલાયન્સના ઓનલાઈન એજીએમમાં દેશના ૫ લાખ લોકો જોડાયા હતા. આ તકે અંબાણીએ કહ્યું હતું કે, ભારતને ૨-જી મુક્ત બનાવી દેવામાં આવશે. હવે જીયોના તમામ એન્ટ્રી લેવલના ફોન ૪-જી કે ૫-જી સ્માર્ટ ફોન હશે અને આ સ્માર્ટ ફોન માટેનું ઓપરેટીંગ સીસ્ટમ ગુગલ સાથે મળીને બનાવવામાં આવશે. આજનો આ દિવસ ગુગલ અને ભારતીય કંપની વચ્ચે થયેલા ઐતિહાસિક કરારનો સાક્ષી પુરે છે. જીયો દ્વારા હવે આગામી સમયમાં અડધો અડધ મોબાઈલ કસ્ટમરને કંપની સાથે જોડવામાં આવશે.

  • વોલમાર્ટને રિલાયન્સ એ ટક્કર આપી

રિલાયન્સ દ્વારા હવે જીયો માર્ટને વધુ તાકાતવર બનાવવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા કરીયાણાની દુકાનોને ૪૮ કલાકમાં જ સેલ્ફ સ્ટોરમાં બદલાઈ જશે. આ ટેકનોલોજીના માધ્યમથી ગ્રાહકોનો અનુભવ એકદમ બદલાઈ જશે. જીયો માર્ટથી રિલાયન્સ હવે વોલમાર્ટ સહિતના ખ્યાતનામ રિટેલ મોલને ટક્કર આપવા સજ્જ થઈ ગયું છે. દેશમાં વોલમાર્ટ અને એમેઝોનને હંફાવવા માટે રિલાયન્સ માર્ટ ખુબજ અગત્યનો ભાગ ભજવશે. આગામી સયમમાં નાની દુકાન સુધી રિલાયન્સ પહોંચી જશે.  જીયો માર્ટ થકી નાની દુકાનો પણ સ્વયંમ સંચાલીત મોલને જેમ બનશે.

  • ભારતમાં અત્યારે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે: ઝુકરબર્ગ

આ તકે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, ભારતમાં ઘણા નાના-મોટા બિઝનેશ છે. ભારતના નાના-મોટા બિઝનેશને કારણે દેશમાં મોટી રોજગારી ઉભી થાય છે. દરમિયાન હવે ભારત ડિજીટલ ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યું છે. જેમાં અમે મદદ કરી શકીશું. આ માટે હવે જીયો પ્લેટફોર્મ સાથે પાર્ટનરશીપ કરી રહ્યાં છીએ. માર્ક ઝુકરબર્ગના આ નિવેદનથી હવે દેશમાં ફેસબુક વધુ તિવ્રતાથી પોતાનો વ્યવસાય કરશે તેવી ધારણા છે. બીજી તરફ જીયો પણ ફેસબુક સાથે મળી પોતાનો વ્યાપ વધારવા તત્પર જણાય રહ્યું છે.

  • દેશને ડિજીટલ ઢાળ આપવામાં સહભાગી બનવાનો નિર્ધાર

રિલાયન્સની એજીએમ દરમિયાન ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ જીયો સાથેની પાર્ટનરશીપની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું કે, લોકોના હાથમાં ટેકનોલોજી આપવી તે ગુગલનું પ્રથમ લક્ષ્ય છે. આ પાર્ટનરશીપના કારણે ભારતમાં અમારા નેકસ્ટ ચેપ્ટરનો પ્રારંભ થાય છે. જીયો સાથે પાર્ટનરશીપથી ગુગલ ભારતના ડિજીટલ શેપીંગમાં સહભાગી બનશે. ભારતમાં આ અમારૂ  અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.

  • નીતા અંબાણીએ પ્રથમ વખત રિલાયન્સ એજીએમમાં સંબોધન કર્યું

nita

રિલાયન્સની એજીએમમાં એવું પ્રથમ વખત બન્યું છે. જ્યારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ સંબોધન કર્યું હોય. તેમણે આજે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના સંકટ મામલે કરવામાં આવેલા સામાજીક કાર્યોની જાણકારી આપી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે, મિશન અન્ન સેવાના માધ્યમથી દેશભરમાં ૫ કરોડથી વધુ ગરીબો, મજૂરો અને ફ્રન્ટલાઈન વર્કરોને ભોજન આપવામાં આવ્યું હતું. કોરોનાનું સંક્રમણ સામે આવ્યા બાદ તુરંત પીપીઈ કીટની સંખ્યા મુદ્દે મોટુ સંકટ ઉભુ થયું હતું. આ માટે રેકોર્ડબ્રેક સમયમાં મેન્યુફેકચરીંગની સુવિધા ઉભી થઈ હતી. જેમાં દરરોજ ૧ લાખ પીપીઈ કીટ અને એન-૯૫ માસ્ક બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈમરજન્સી સર્વિસમાં મુકાયેલા વાહનોને વિનામુલ્યે ઈંધણ પણ આપવામાં આવતું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.