- બેંગલોરમાં આવેલ મ્યુઝિક મ્યુઝિયમ ભારતીય સંગીતનો અનુભવ કરાવે છે: અહીંનો ઇમર્સિવ અનુભવએ સંગીતના શોખીનો માટે એક ઉત્તમ એસ્કેપ છે
- સંગીતને કોઇ ભાષા હોતી નથી, તે સાર્વત્રિક છે અને તે તમારા આત્મા સાથે વાત કરી શકે છે: તે માંહી લિંગ પાવર હોવાથી તમને રિલેક્સ કરે છે: આ જગ્યાએ તમે બધી ભાષાના સંગીત સાંભળી શકો છો: પ્રાચિનથી અર્વાંચીન સંગીતના 200થી વધુ વાદ્યો આ એક જ સ્થળે જોઇ શકો છો
સંગીત ચાહકોને સંગીતનો આનંદ મળે એટલે સ્વર્ગ મળ્યાનો નિજાનંદ મળે છે. જૂના ગીતોના શોખીનો હારમોનિયમ કે કી-બોર્ડ પર સુંદર તર્જ વગાડતા હોય ત્યારે મન ઝુમી ઉઠે છે. દેશનાં બેંગલોર શહેરમાં અતી આધુનિક વૈશ્ર્વિક સ્તરનું દેશનું પ્રથમ ઇન્ટરેક્ટિવ મ્યુઝિક મ્યુઝિયમ શરૂ થયું છે. અદ્ભૂત સાઉન્ડ ગાર્ડન સાથે પ્રાચિનથી અર્વાંચીન સંગીતની એ ટુ ઝેડ માહિતી, સાધનો સાથે ડીજીટલ થ્રીડી જેવી અદ્યતન સીસ્ટમ સાથે સુસજ્જ છે. ભારતીય સંગીતનો લાઇવ અનુભવ કરાવે છે. અહીં ઇમર્સિંવ અનુભવએ સંગીતના શોખીનો માટે એક ઉત્તમ એસ્કેપ છે.
સંગીતને કોઇ ભાષા હોતી નથી, તે સાર્વત્રિક છે તેનામાં રોગ મટાડવાની તાકાત પણ છે તેથી મ્યુઝિક થેરાપી ચલણમાં આવી છે. સંગીતમાં હીલિંગ પાવર હોવાથી તમને રિલેક્સ કરે છે. આ મ્યુઝિયમમાં તમે દેશની ગમે તે ભાષામાં ગીતો કે રાજ્યનું સંગીત સાંભળી શકો તેવી સુવિધા છે. પ્રાચિનથી અર્વાંચીનકાળના 200થી વધુ વાદ્યો અહીં જોવા મળે છે. ભારતીય સંગીત અનુભવ (ઈંખઊ)ના રૂકાક્ષરીથી હાલ તે વિશ્વ ભરમાં પ્રખ્યાત થયું છે. આ જગ્યાએ મહત્વના કહી શકાય તેવા 10 અનુભવો તમને થાય છે.
આજના યુગમાં દરેક મા-બાપોએ સંતાનોને સંગીતની દુનિયા સાથે પરિચય કરાવવો જરૂરી છે અને આને માટે મ્યુઝિયમ એક શ્રેષ્ઠ જગ્યા સાથે જાણીતું માધ્યમ બન્યું છે. ભારતનું એક માત્ર ઇન્ટરેક્ટિવ મ્યુઝિક મ્યુઝિયમ બેંગલોરમાં છે જેમાં 9 વૈશ્ર્વિકસ્તરે ડિઝાઇન થયેલી પ્રદર્શન ગેલેરીઓ, સ્ટોરી બોર્ડ્સ અને કલાકૃતિઓ સાથે તરબોળ થવાનો અનુભવ કરાવે છે.
આ મ્યુઝિયમ નિહાળવાનો એક અદ્ભૂત અનુભવ છે. સંગીતના ચાહકો બેંગલોર જાવ ત્યારે અચુક તેની મુલાકાત લેજો.
ઈંખઊ પાસે એક લર્નિંગ સેન્ટર પણ છે જ્યાં બાળકો અને પુખ્યવયના લોકો ગાયનથી લઇને વિવિધ વાદ્યો સુધીના સંગીત વર્ગોમાં ટ્રેનીંગ મેળવવા જોડાઇ પણ શકે છે. સાઉન્ડ ગાર્ડનમાં તમારા બાળકનો સંગીત થીમ આધારીત જન્મ દિવસ મ્યુઝિયમ ઇન્સ્ટોલેશન સાથે વિવિધ પ્રવૃત્તિથી ઉજવી પણ શકો છો. આ ગાર્ડનમાં બાળકો માટે 10 સંગીતના સ્થાપનો છે. જેમાં ઝાયલો ફોન, ગોંગ્સ અને બેલ્સ પર પોતાનું સંગીત બનાવી શકે છે. સિંગિંગ સ્ટોન પર હાથ ફેરવીને સંગીતના સુરો કે સંગીત વગાડી શકો છો. અહીંના રેપરાઉન્ડ થિયેટરનો અનુભવ રોમાંચ લાવી દે છે. 5 મીનીટની એનિમેટેડ પ્રારંભિક ફિલ્મ જોયા બાદ ભારતીય સંગીતની સમગ્ર સફર જોવા મળે છે. આ એક દ્રશ્ય શ્રાવ્ય આનંદ પ્રોજેક્ટ છે.
બાળથી મોટેરાને અનેરા આનંદ સાથેનો જલ્વો પડી જાય છે. અહીં બાળકો સમકાલીન અભિવ્યક્તિઓની ગેલેરીમાં તેજસ્વી પેઇન્ટેડ ઓટો રિક્ષાની અંદર બેસીને ઇન્ડિયન રોક સંગીતની દસ્તાવેજી ફિલ્મ જોવાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત બાળકને હાઇબ્રિડ સાઉન્ડ્સ ઇન્ટરેક્ટિવમાં ભારતીય અને પશ્ર્ચિમી અવાજોનું મિશ્રણ કરતી વખતે ડીજે ‘ઇફેક્ટસથી બાળકો ઝુમવા લાગે છે. આ મ્યુઝિયમની સૌથી શ્રેષ્ઠ પળ, મનોરંજનનો આનંદ સમયચક્ર થિયેટર છે. જેમાં જમીન પર સૂઇ જાવને અને આકાશ તરફ જોઇને ભારતના સંગીતની સાથે સંગીતની સવાર, સાંજ અને મધ્યરાત્રીના વિવિધ રાગો માણો, બાળકોના લોકગીતો વિભાગમાં તેજસ્વી રંગીન સ્ટ્રિંગ પપેટ્સનો શો જેમાં દેશના વિવિધ રાજ્યોના ગીતો, તહેવાર ઉજવણી સાથે વાર્તાઓ, જન્મથી મૃત્યુ સુધીની યાત્રા વણેલો વિભાગ છે. આ સંસ્થા વિશ્વ ની જાણિતી ગ્રેમી મ્યુઝિક સાથે જોડાયેલી છે.
અદ્ભૂત ઇન્સ્ટ્રુમેન્ટ ગેલેરીમાં 100થી વધુ વૈવિધ્યસભર સાધનોનો સંગ્રહ છે. જેમાં ટચસ્ક્રીન છે જે તમને વાદ્યને 360 ડીગ્રીમાં બતાવે અને તેનો અવાજ પણ કેવો આવે તે સંભળાવે છે. સોંગ્સ ઓફ સ્ટ્રગલ ગેલેરીમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતો સાંભળીને બાળકોમાં દેશ ભાવના જાગે છે. અહીં તમને કવિઓ, ગાયકોના વિવિધ સંગીત પણ સાંભળવા મળશે. કવિ અને ગાયકોએ અન્યાયનો વિરોધ કરવા સંગીતનું માધ્યમ અપનાવ્યું હતું તે સાંભળવા મળે છે. ગેલેરીમાં ફિલ્મના વિવિધ ડાયલોગ ફિલ્મના ઇન્ટરેક્ટિવ બેકગ્રાઉન્ડમાં કોમેડી સાથે દર્શાવાય છે. રમતિયાળ અનુભવો સાથે બ્રેક ગ્રાઉન્ડ સ્કોર આપણી લાગણીસાથે કેવા ચેડા કરે છે તે જોવા મળે છે. આ ડાયલોગને તમે મેલોડ્રામા, કોમેડી, થ્રિલરમાંથી દ્રશ્યનો સ્વર પણ બદલી શકો છો. ગ્રામોફોન સેટ સાથે તમો ફોટો પડાવી શકો છો, જે તમને 1920ના દાયકામાં લઇ જશે. ગેલેરી ઓફ ધ સ્ટાર્સમાં રેકોર્ડીંગ સ્ટુડિયોમાં તમારા મનપસંદ બોલીવુડ ગીતો ગાતા આનંદ કરી શકો છો. ટ્રેક બદલો, તમારૂ આલ્બમ કવર બનાવો અને પોતાને ઇમેઇલ પણ કરી શકો છો.
આ મ્યુઝિયમનું સરનામું ઈંખઊ ઇન્ટરેક્ટિવ મ્યુઝિક મ્યુઝિયમ, બ્રિગેડ મિલેનિયમ એવન્યું, જેપીનગર 7મો ફેઝ બેંગલોર-560078 છે. સંપર્ક નંબર +91-80-40908054 છે. ધ ઇન્ડિયન મ્યુઝિક એક્સયિરિયન્સ એક જોવા લાયક મ્યુઝિયમ છે. સંગીતના ચાહકો હોય કે ના હોય પણ બધા માટે ભારતીય સંગીત કલાનો ઇતિહાસ જાણવો જરૂરી છે.