• ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ રેવન્યૂ કલેક્શનમાં સરેરાશ 10.4 ટકાનો વધારો નોંધાયો

દેશનું ઈન્ટરિમ બજેટ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. આ બજેટ પહેલા જાન્યુઆરી મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ રેવન્યૂ કલેક્શનમાં 10.4 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ કલેક્શન 1.72 લાખ કરોડ રુપિયાના સ્તરને પાર કરી ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટું મન્થલી કલેક્શન છે. તો નાણાકીય વર્ષ 2024માં ત્રીજી વખત કલેક્શન 1.70 લાખ કરોડ રુપિયાના આંકડાને પાર કરી ગયું છે.

એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024ના સમયગાળા દરમિયાન જીએસટી કલેક્શનમાં 11.6%ની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષમાં કલેક્શન 16.69 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એક વર્ષ પહેલા આ સમયગાળ દરમિયાન એટલે કે એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં આ આંકડો 14.96 લાખ કરોડ રુપિયા હતો.

અત્યાર સુધીનું સૌથી વધારે જીએસટી કલેક્શન એપ્રિલ 2023માં મળ્યું હતું. સરકારને જીએસટી તરીકે 1.87 લાખ કરોડ મળ્યાં હતા. એપ્રિલ, ૨૦૨૩ થી જાન્યુઆરી, ૨૦૨૪ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૬.૬૯ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧.૬ ટકા વધુ છે. એપ્રિલ, ૨૦૨૨થી જાન્યુઆરી, ૨૦૨૩ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૪.૯૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.

અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૩માં ૧.૮૭ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું. ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું છે કે જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સરેરાશ જીએસટી કલેકશન ૦.૮૫ લાખ કરોડ રૃપિયા હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૧.૬૫ લાખ કરોડ રૃપિયા હતું..સતત વધી રહેલા જીએસટી કલેક્શનને પગલે સરકારને વધુ જીએસટી સુધારા કરવાની તક મળશે. જાન્યુઆરી, ૨૦૨૪નું ૧.૭૨ લાખર કરોડનું જીએસટી કલેક્શન  દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.

ફોરેન્સિક લેબ મળતા હવે જીએસટીમાં ચોરી ઝડપાઈ જશે

ડિરેક્ટોરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સને અમદાવાદમાં તેની પ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબ મળી છે, જે કરચોરીના કેસોને વધુ કાર્યક્ષમ રીતે શોધવામાં મદદ કરશે અને ડિજિટલ પુરાવા દ્વારા સમર્થિત બહેતર પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરશે.  અત્યાધુનિક ડેટા મેનેજમેન્ટ અને પુનઃપ્રાપ્તિ સાધનો સાથેની લેબોરેટરી જટિલ નાણાકીય ગુનાઓનો સામનો કરવા માટે સારી રીતે સજ્જ છે અને એન્ટી-પ્રિવેન્ટિવ પગલાં લેવા માટે નવીનતમ અદ્યતન ડેટા વિશ્લેષણ સાધનો ધરાવે છે.  ગયા અઠવાડિયે તેને ઔપચારિક રીતે ડીજીજીઆઈને સોંપવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી અને ચેન્નાઈમાં લેબોરેટરીઓ માર્ચ પહેલા કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે, જ્યારે મુંબઈ અને કોલકાતાની પ્રયોગશાળાઓ જૂન સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.