અબતકે રેસકોર્સમાં વીર શહીદોને શ્રધાંજલિ આપવા યોજ્યો ભવ્ય કાર્યક્રમ
કેપ્ટન જયદેવ જોશી, કર્નલ પી.પી. વ્યાસ તેમજ આર્મીના નિવૃત જવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને પાઠવી શ્રધાંજલિ
એક તરફ યુવાનો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે તેવામાં દેશભક્તિની આહલક જગાડવા અબતકે શહીદોની સ્મૃતિમાં કર્યું વિશેષ કાર્યક્રમનું આયોજન : લાખો લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમને ઘરે બેઠા નિહાળ્યો.
અબતક, રાજકોટ : અબતક મીડિયા દ્વારા આજે રેસકોર્સમાં વીર શહીદોને શ્રધાંજલિ આપવા ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેપ્ટન જયદેવ જોશી, કર્નલ પી.પી. વ્યાસ તેમજ આર્મીના નિવૃત જવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને શ્રધાંજલિ પાઠવી હતી.
આજે વેલેન્ટાઈન દિવસ છે. સાથોસાથ પુલવામાં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા તે દિવસ પણ છે. આજના મોટાભાગના યુવાનો પશ્ચિમીકરણ પાછળ ઘેલા બનીને વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે. ત્યારે આજે શહીદોનો દિવસ પણ હોય યુવાનોમાં દેશભક્તિની આહલેક જગાવવા માટે અબતક મીડિયા હાઉસ દ્વારા ખાસ કાર્યક્રમનું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેપ્ટન જયદેવ જોશી, કર્નલ પી.પી. વ્યાસ, કામદાર નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રિયાંશ જૈન તેમજ આર્મીના નિવૃત જવાનો, મહાનગરપાલિકાના વિજિલન્સના જવાનો, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિતનાએ આ કાર્યક્રમમાં જોડાઈને શહીદોને શ્રધાંજલિ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અબતક ટીમના એન્કર અરુણભાઈ દવે, નિલેશભાઈ પંડ્યા, ઋષિ દવે, પ્રતિપાલ ઝાલા, ખુશી ભટ્ટીએ આગવા અંદાજમાં લાઈવ પ્રસારણ કર્યું હતું. જેને લાખો લોકોએ ઘરે બેઠા નિહાળ્યુ હતું. આ લાઈવમાં કેમેરામેન કરણ વાડોલીયા, પ્રવીણ પરમાર અને શૈલેષભાઇ વાડોલિયા રહ્યા હતા.