- પોલીસે ઠંડો-ગરમ આથો,દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના કોટડાનાયાણી ગામ નજીક ખરાબાની જમીનમાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે, પોલીસે સ્થળ ઉપરથી ગરમ-ઠંડો આથો, તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ કિ.રૂ. 3,055/-ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે કોટડાનાયાણી ગામે હંસાબેન દિનેશભાઇ દેવીપૂજક આકડીયા નામની સીમ તરફ જવાના રસ્તે ખરાબાની જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે, જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત સ્થળે વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરતા દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઇ હતી, આથી પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો 15 લીટર ઠંડો આથો, 30 લીટર ગરમ આથો, 8 લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ કિ.રૂ.3,055/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, આ સાથે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા આરોપી હંસાબેન દિનેશભાઇ દેવીપૂજક ઉવ.40 રહે. કોટડાનાયાણી તા.વાંકાનેરવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.